ભારતીય ટીમનો માજી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઍક નવા વિવાદમાં ફસાયો છે. આ વખતે વિવાદ ક્રિકેટની ફિલ્ડને લગતો નથી પણ તેની ઍન્ડોર્સમેન્ટ કંપની સંબંધેનો છે. આમ્રપાલી ગ્રુપ સાથે જાડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટ ફોરેન્સિક ઓડિટર્સ દ્વારા ઍક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. આ ખુલાસાથી મહેન્દ્ર સિંહ ધોની અને તેની પત્ની સામે આંગળી ચીંધવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર આમ્રપાલીના બાયર્સના પૈસા સીધા ધોની અને સાક્ષીની કંપનીને ગયા હોવાનું કહેવાયું છે.
આમ્રપાલી હોમ બાયર્સ કેસમાં મંગળવારે ફોરેન્સિક ઓડિટર્સ પવન કુમાર અગ્રવાલ અને રવિન્દ્ર ભાટિયાઍ સુપ્રીમ કોર્ટમાં ઍક રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે આમ્રપાલી ગ્રુપે ઘર ખરીદનારા લોકોના પૈસા ખોટી રીતે બે કંપનીઓને ટ્રાન્સફર કર્યા હતા. જે બે કંપનીઓનો રિપોર્ટમાં ઉલ્લેખ છે તે બંને ધોની અને તેની પત્ની સાથે જાડાયેલી છે.
રિપોર્ટમાં લખાયું હતું કે આમ્રપાલીઍ રીતિ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ અને આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડની સાથે બોગસ સમજૂતી કરી હતી. ઍ ઉલ્લેખનીય છે કે રીતિ સ્પોર્ટસ મેનેજમેન્ટ પ્રા લીમાં ધોની મોટો સ્ટેક ધરાવે છે, જ્યારે આમ્રપાલી માહી ડેવલપર્સ પ્રા લિમાં સાક્ષી ધોની ડિરેક્ટર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સાક્ષી ધોનીઍ રોકડમાં શેર કેપિટલ મેળવી હતી અને તમામ ખર્ચની ચુકવણી પણ રોકડમાં જ કરી હતી.