ભારતમાં પબજી ગેમ માટે ઘેલા લોકોની કમી નથી. આ ગેમ પાછળ એવી ઘેલછા લોકોની વધી છે કે તેઓ ઘર, પરીવાર પણ છોડી દેવા તૈયાર થઈ જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં બની પણ છે. દિલ્હી પોલીસએ 5 બાળકોને પકડ્યા છે જેઓ પબજી રમવા માટે ઘરથી ભાગ્યા હતા. આ પાંચ બાળકો ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના રહેવાસી છે. આ બાળકોને તેમના પરીવારના લોકો પબજી રમતાની છૂટ આપતા ન હતા તેથી તેઓ સ્કૂલ જવા માટે ઘરેથી નીકળા અને પછી ઘરે પરત ફર્યા જ નહીં.
બાળકો તેમના ઘરેથી 22 જુલાઈના રોજ નીકળી ગયા હતા. તેઓ શાળાએથી પરત ન ફરતા પરીજનોએ તપાસ કરી અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી. પરીવારના લોકોએ બાળકોની શોધખોળ કરી પરંતુ બાળકો મળ્યા નહીં. બીજી તરફ પોલીસ ફરિયાદ થયા બાદ બાળકોને દિલ્હીથી પોલીસે શોધી કાઢ્યા. બાળકોએ પણ પોલીસની સામે સ્વીકાર્યું કે તેમને ઘરમાં પબજી રમવાની ના કહેવામાં આવી તેથી તેઓ ઘરથી ભાગી ગયા હતા.
મહત્વપૂર્ણ છે કે પાંચ બાળકો દિલ્હીમાં છે તે જાણકારી પોલીસએ તેમની ગેમ આઈડી પરથી મેળવી હતી. પોલીસે આ તપાસમાં સાયબર સેલની મદદ લીધી અને બાળકોના લોકેશનની જાણકારી મેળવી. ત્યારબાદ દિલ્હી પોલીસે બે બાળકોને મેટ્રો સ્ટેશન સિંહાની ગેટ અને ત્રણ બાળકોને હઝરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પાસેથી પકડ્યા.