ભારતીય પુરૂષ સિંગલ્સ બેડમિન્ટ ખેલાડી બી સાઇ પ્રણીતે શુક્રવારે અહીં જાપાન ઓપનની ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ડોનેશિયાના ટોમી સુગિયાર્તોને સરળતાથી હરાવીને સેમી ફાઇનલની ટિકીટ કપાવી લીધી હતી. આ તરફ મહિલા સિંગલ્સમાં પીવી સિંધુને ફરી ઍકવાર નિરાશા જ હાથ લાગી છે અનેં તે સ્થાનિક ખેલાડી અકાને યામાગુચી સામે ક્વાર્ટર ફાઇનલમાં હારી જતાં સ્પર્ધામાંથી આઉટ થઇ ગઇ છે.
પ્રણીતે માત્ર 36 મિનીટમાં જ સુગિયાર્તોને 21-12, 21-15થી હરાવીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે જો કે પ્રણીતની સાચી કસોટી થશે. સેમી ફાઇનલમાં તેની સામે ટોચના ક્રમાંકિત જાપાનીઝ ખેલાડી કેન્ટો મોમોતાના રૂપે મોટો પડકાર છે, મોમોતોઍ સ્થાનિક ખેલાડી હોવાથી તે અહીં ફેવરિટ તરીકે જ રમી રહ્યો છે. વળી મોમોતોઍ ભારતના તમામ સ્ટાર ખેલાડીઓને હરાવ્યા છે.
મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ પહેલી ગેમમાં 11-7થી આગળ હતી છતાં અકાને યામાગુચીઍ મેચમાં વાપસી કરીને પહેલી ગેમ 21-18થી કબજે કરી અને તે પછી બીજી ગેમમાં પણ સિંધુને મચક આપ્યા વગર 21-15થી ઍ ગેમ પણ કબજે કરીને મેચ 21-18, 21-15થી જીતી લીધી હતી.