ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ શનિવારે પ્રો કબડ્ડીની ૭મી સિઝનના મુંબઇ લેગને ખુલ્લી મુકી અને તે યૂ મુંબા તેમજ પુનેરી પલ્ટન વચ્ચેની મેચ જોવા હાજર રહ્યો હતો. આ દરમિયાન તેને રેપિડ ફાયરમાં કેટલાક રસપ્રદ સવાલો પુછવામાં આવ્યા હતા.
કોહલીને જ્યારે પુછાયું કે જો તેણે ભારતીય ક્રિકેટ ટીમમાંથી કબડ્ડીની ટીમ બનાવવા માટે ખેલાડી પસંદ કરવાના હોય તો તે કયા ખેલાડીઓની પસંદગી કરશે. ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે હું ઍ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋષભ પંત, ઉમેશ યાદવ અને જસપ્રીત બુમરાહને સામેલ કરીશ. તેમાં કેઍ રાહુલ પણ હશે. તેણે કહ્યું હતું કે કબડ્ડીમાં તાકાત અને સ્ફૂર્તિની જરૂર હોય છે અને મારા મતે આ તમામ તેમાં ફીટ છે. હું તેમાં સામેલ નહીં થાઉ, કારણ આ તમામ મારા કરતાં વધુ મજબૂત અને ઍથલેટિક છે.
તેણે રાહુલ ચૌધરીને પોતાનો ગમતો ખેલાડી ગણાવ્યો હતો. અને કબડ્ડીની ટીમમાં કઇ જાડી ધોની-કોહલીની યાદ અપાવે છે ઍવા સવાલના જવાબમાં તેણે રાહુલ ચોધરી અને અજય ઠાકુરના નામ લીધા હતા.