કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણાના જમાઇ વીજી સિદ્ધાર્થ અચાનક જ ગુમ થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સિદ્ધાર્થ પ્રખ્યાત કૈફે ચેન સીસીડી (કૈફે કૉફી ડે)ના માલિક પણ છે. તેમને છેલ્લે મેંગલુરૂમાં નેત્રાવતી નદીની પાસે જોવામાં આવ્યા હતા. કર્ણાટક પોલીસે નદી અને આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પા અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમાર, બીએસ શંકરે પૂર્વ કેન્દ્રીય મંત્રી એસએમ કૃષ્ણાના ઘરે પહોંચીને તેમની મુલાકાત કરી.
કહેવાય છે કે પોલીસે નદી અને તેની આસપાસના વિસ્તારમાં સર્ચ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ ડ્રાઇવરની પણ પૂછપરચ્છ કરી રહ્યું છે. આ સિવાય વીજી સિદ્ધાર્થના ફોનની કૉલ ડીટેલની પણ તપાસ કરી રહ્યું છે.