World Car of the Year Award: Kia EV3ને મળ્યો World Car Of The Year એવોર્ડ, શું આ કાર ભારતમાં મળે છે?
World Car Of The Year Award: વિશ્વભરમાં ઘણી કાર તેમના ઉત્તમ ફીચર્સ અને પ્રદર્શન માટે જાણીતી છે, અને દર વર્ષે આમાંથી એક કારને “વર્લ્ડ કાર ઓફ ધ યર” નો ખિતાબ આપવામાં આવે છે. આ વર્ષે, Kia EV3 ને ન્યૂ યોર્ક ઇન્ટરનેશનલ ઓટો શો 2025 માં આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો. 16 એપ્રિલ 2025 ના રોજ યોજાયેલા આ મોટર શોમાં, World Car of the Year Awardએ BMW X3 અને Hyundai Instar જેવી મહાન કારોને હરાવીને આ એવોર્ડ જીત્યો.
Kia એ જીતી લીધો સતત બીજો એવોર્ડ
અગાઉ પણ Kia Telluride (2020) અને Kia EV9 (2024) એ આ ખિતાબ જીત્યો હતો. હવે Kia EV3 સાથે, દક્ષિણ કોરિયન કાર નિર્માતાએ સતત બીજા વર્ષે વર્લ્ડ કાર ઓફ ધ યર એવોર્ડ જીતીને પોતાની લીડ જાળવી રાખી છે.
વર્લ્ડ કાર કેવી રીતે પસંદ કરવામાં આવે છે?
વર્લ્ડ કાર ઓફ ધ યરની પસંદગી ચોક્કસ માપદંડોના આધારે કરવામાં આવે છે, જેમાં વાર્ષિક 10,000 થી વધુ યુનિટ વેચતી કાર અને ઓછામાં ઓછા બે મુખ્ય કાર બજારો (દા.ત. ચીન, યુરોપ, ભારત, જાપાન, કોરિયા, યુએસએ) માં ઉપલબ્ધતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આ કારોની કિંમત લક્ઝરી કાર કરતા ઓછી હોવી જોઈએ.
શું Kia EV3 ભારતમાં મળે છે?
જોકે Kia EV3 એક શક્તિશાળી ઇલેક્ટ્રિક SUV છે, તે હજુ સુધી ભારતીય બજારમાં ઉપલબ્ધ નથી. પરંતુ, કિયાએ જાહેરાત કરી છે કે આ કાર ભારતમાં જૂન 2025માં લોન્ચ થઈ શકે છે. તેની અંદાજિત કિંમત 20 લાખ રૂપિયાથી 25 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
આ ખાસ સમાચાર એ લોકો માટે ઉત્સાહજનક છે, જેમણે ઇલેક્ટ્રિક વાહનો માટે નવી ટેકનોલોજી શોધી છે.