જમ્મુ કશ્મીરમાં વધી રહેલી હલચલો વચ્ચે પાકિસ્તાની સેનાએ પોતાની વેબસાઈટ પર ભારતને પ્રતિબંધિત કરી દીધું છે. તેનો મતલબ એ છે કે હવે કોઈ પણ ભારતીય પાકિસ્તાની સેનાની વેબસાઈટ પર કંઈજ નહીં જોઈ શકે. વેબસાઈટ ખોલવા પર એરર નજર આવી રહી છે. જેમાં લખ્યું છે કે વેબસાઈટના માલિકે સંબધિત દેશ અને ક્ષેત્રને પ્રતિબંધ કરી દીધો છે. પાકિસ્તાન અને ભારત વચ્ચે એકવાર ફરી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. આ પહેલા પાકિસ્તાને પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારત કશ્મીર મુદ્દે એકવાર ફરી ચેતવણી આપી છે.
ઈમરાને એક અન્ય ટ્વીટમાં કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો મુજબ કશ્મીરના લોકોને આત્મનિર્ણય તેના અધિકારનો ઉપયોગ કરવા આપવો જોઈએ. તેમણે કહ્યું કે, “દક્ષિણ એશિયામાં શાંતિ અને સુરક્ષા એકમાત્ર રસ્તો છે કશ્મીર સમસ્યાના શાંતિપૂર્ણ અને ન્યાયપૂર્ણ સમાધાનથી લઈને ગુજરે છે”.