ઉત્તરાખંડ માં ફરી એક વાર બસ ખીણ માં ખાબકી છે. થોડા દિવસ પહેલા પણ એક બસ ખીણ માં પડી ગઈ હતી. ટીહરી ગામ માંથી બાળકો ને સ્કૂલ માં લઇ જતી બસ અચાનક જ ખીણ માં પડી ગઈ હતી.બસ ખૂબ ઊંચાઈ થઈ નીચે પછડાઇ હતી.જે દરમિયાન 9 જેટલા બાળકો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.અને 5 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અકસ્માત અંગેની જાણકારી મળતા જ પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને બચાવ કામગીરી ચાલુ કરી હતી.ઇજા પામેલા બાળકો ને તાત્કાલીક ટીહરી ના હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. સવાર ના સમયે જ આ ઘટના બની હતી જ્યારે બાળકો ને લઈને આ બસ સ્કૂલ તરફ જઈ રહી હતી.તે સમયે 20 જેટલા બાળકો આ બસ માં હતા.
ઉત્તરાખંડ માં સર્જાયેલી આ દુઃખદ ઘટના માં તેમના પરિવાર જનો ને ઉત્તરાખંડ ના મુખ્યમંત્રી એ સાંત્વના આપી હતી.અને અકસ્માતમાં તપાસ કરવાના આદેશ આપ્યા હતા.