ભાજપ પોતાના ચૂંટણી ઢંઢેરામાં લાંબા સમયથી અયોધ્યામાં રામમંદિર નિર્માણ, કલમ 370 ખતમ કરવી અને કોમન સિવિલ કોડ લાગૂ કરતું રહ્યું છે. હમણાં સુધી લોકોને લાગતુ હતું કે ક્યારેય આ વાસ્તવમાં તબદિલ થઈ શકે નહીં, પરંતુ હવે આશાનું નવું કિરણ દેખાવવા માંડ્યું છે. સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર પુર્નગઠન બિલ પાસ થઈ ગયું છે અને મંગળવારના રોજ લોકસભામાં પણ પસાર થઇ ચૂક્યું છે. સરકારે આ ઐતિહાસિક પગલું ત્રણ તલાક પર થયેલાં મોટા નિર્ણંયના ફક્ત એક સપ્તાહમાં પછી લીધું છે. અયોધ્યાનો મામલો હવે અંતિમ ચરણમાં છે અને જલદી હવે એના પર કોઈ નિર્ણય આવી શકે છે. મંગળવારે સુપ્રીમ કોર્ટએ અયોધ્યા વિવાદની સુનાવણી શરુ કરી છે.
કેન્દ્ર સરકારના 370 પરના નિર્ણય બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે, આગામી પગલું કોમન સિવિલ કોડ એટલે કે યૂનિફોર્મ સિવિલ કોડ કે પછી કોમન સિવિલ કોડ લાગુ કરે તેમ બની શકે છે. ભારતમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાને લઈને ઘણાં સમયની ચર્ચા થતી રહી છે. એની તરફેણ કરનાર લોકોનું કહેવું છે કે, દેશમાં તમામ નાગરિકો માટે એક સમાન કાનૂન હોવો જોઈએ, પછી કોઈ પણ ધર્મનો નાગરિક કેમ ન હોય.
આ ચર્ચા એટલી થાય છે કે આ પ્રકારના કાનૂન ન હોવાના કારણે મહિલાઓની વચ્ચે આર્થિક અને સામાજિક અસુરક્ષા વધી રહી છે. જયારે સરકાર આ પ્રકારના કાનૂન બનાવવાની વાત તો કરે છે, પરંતુ રાજકીય મજબૂરીઓના કારણે એન લાગું કરવામાં સફળ થતી નથી.
અમેરિકા અને યુરોપીયન લોકતંત્રમાં તમામ ધર્મો, જાતિઓ માટે એક સિવિલ કોડ(કાનૂન) છે. બસ, એ જ રીતના કાનૂનની ભલામણનો વિરોધ સૌથી પહેલાં ભારતીય સંગઠનોએ કર્યો હતો. પરંતુ હવે આ પ્રકારના કાનૂનની વિરોધમાં ફક્ત કેટલાક મુસ્લિમ ઉલેમા અને કેટલાક ઉદારવાદી બુદ્ધિજીવીઓ જ બચ્ચા છે.
ત્રણ તલાક પર મોટી સફળતા બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે, સરકાર મોટા ફરેફાર અને સુધારા માટે સંસદનો રસ્તો અપનાવશે. આ કાનૂન લાગુ કરવા માટે હવે સમય પણ સરકારની સાથે છે. કારણ કે ત્રણ તલાક બિલે આ નવા કાનૂન માટે રસ્તા ખોલી દીધા છે.
વિચારકોનું કહેવું છે કે, ઈન્ડિયન પિનલ કોડ અને સીઆરપીસી તમામ લોકો પર એક સમાન રીતે લાગુ થાય છે. બસ એ જ રીતે કોમન સિવિલ કોડ પણ તમામ પર લાગુ થવો જોઈએ. જ્યારે વર્તમાન સમયમાં હિંદુઓ, સિખો, જૈનો, બૌદ્ધો અને પારસીઓના પોતાના સિવિલ કાનૂન છે.
જ્યારે વાત વિવાહની આવે છે તો સિવિલ કાનૂન પારસીઓ, હિંદુઓ, જૈનો, સિખો અને બૌદ્ધો માટે મોડીફાઇ કરી દીધી છે. સાથે જ એક સ્પેશલ મેરેજ એક્ટ પણ છે. જે અંતર્ગત તમામ ધર્મના અનુયાયીઓને આંતર-જાતીય અને આંતર-ધાર્મિક વિવાહ માટે એક સામાજિક સુરક્ષા પ્રદાન કરાઈ છે. પરંતુ મુદ્દો ત્યારે શરુ થાય છે, જયારે મુસ્લિમોની વાત આવે છે, ત્યારે રાજનીતિ શરુ થઈ જાય છે. એટલે હવે સૌની નજર આગામી કયાં કાનૂન લાગું થશે તેની પર મંડાયેલી છે.