ઇંગ્લેન્ડ સામેની એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટની બંને ઇનિંગમાં સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન ટીમનો માજી કેપ્ટન સ્ટીવ સ્મિથ મંગળવારે જાહેર કરાયેલા નવા ટેસ્ટ રેન્કિંગમાં ભારતના ચેતેશ્વર પુજારાને પાછળ હડસેલીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ટોચના સ્થાને યથાવત રહ્યો છે, જ્યારે પુજારા હવે ત્રીજા પરથી ચોથા સ્થાને સરકી ગયો છે.
બોલ ટેમ્પરિંગ પ્રકરણને કારણે એક વર્ષનો પ્રતિબંધ વેઠીને પાછા ફરીને પહેલી જ ટેસ્ટમાં સ્મિથ 144 અને 142 રનની બે ઇનિંગ રમીને મેન ઓફ ધ મેચ બન્યો હતો. એને તેના કારણે તેણે ફરી 900થી વધુ રેટિંગ પોઇન્ટ મેળવી લીધા હતા. આ ટેસ્ટ પહેલા તેના રેટિંગ પોઇન્ટ 857 હતા, જે હવે વધીને 903 થઇ ગયા છે અને તે વિરાટ કોહલી (922) અને કેન વિલિયમ્સન (913) પછી 900થી વધુ રેટિંગ પોઇન્ટ મેળવનારો ત્રીજો ખેલાડી બન્યો છે. ઇંગ્લેન્ડ વતી પહેલી ઇનિંગમાં 133 રન કરનારો રોરી બર્ન્સ 25 ક્રમ ઉપર ચઢીને પોતાની કેરિયર બેસ્ટ 81માં ક્રમે પહોંચી ગયો છે.
ટોપ ટેન ટેસ્ટ બેટ્સમેન
[table id=17 /]