WhatsApp Account Ban: તમારું WhatsApp એકાઉન્ટ પણ બેન થઈ શકે છે, તો આજે જ બંધ કરો આ 5 કામ
WhatsApp Account Ban: વોટ્સએપે તાજેતરમાં સ્પામ કોલ્સ, કૌભાંડો અને દુરુપયોગને ધ્યાનમાં રાખીને કડક પગલાં લીધાં છે. ફેબ્રુઆરી મહિનામાં, લગભગ 1 કરોડ વપરાશકર્તાઓના એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો કારણ કે તેઓએ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આવી સ્થિતિમાં, જો તમે ઇચ્છો છો કે તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે, તો આ 5 બાબતોથી બચવું જરૂરી છે.
આ 5 ભૂલો ન કરો, નહીં તો તમારું WhatsApp એકાઉન્ટ બેન થઈ શકે છે
1. કોઈને મંજૂરી વગર વારંવાર ગ્રુપમાં ઉમેરવું
જો કોઈ વ્યક્તિ ગ્રુપ છોડીને ગઈ હોય અને તમે તેને વારંવાર ઉમેરવાનો પ્રયાસ કરો છો, તો તે WhatsApp નીતિની વિરુદ્ધ છે.
2. અજાણી વ્યક્તિને વારંવાર મેસેજ કરવો
જો કોઈ વ્યક્તિને તમારી વાતચીતમાં રસ ન હોય અને તમે તેને મેસેજ કરતા રહો, તો તેની જાણ કરી શકાય છે.
3. થર્ડ-પાર્ટી એપ કે બોટથી ઓટોમેટિક રિપ્લાય કરવો
આવી પ્રવૃત્તિઓ WhatsApp ની શરતોની વિરુદ્ધ છે અને તેના કારણે એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે.
4. GB WhatsApp કે WhatsApp Plus જેવા અજ્ઞાત વર્ઝનનો ઉપયોગ
આ થર્ડ-પાર્ટી એપ્સ WhatsApp નીતિઓની વિરુદ્ધ છે અને તેના કારણે એકાઉન્ટ પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે.
5. ખોટી માહિતી અથવા ધમકીભર્યા સંદેશા મોકલવા
અફવા ફેલાવવી, ખોટી માહિતી શેર કરવી કે ધમકી આપવી – આ બધું પણ એકાઉન્ટ બેન થવાનું મુખ્ય કારણ બની શકે છે
જો તમારું એકાઉન્ટ બેન થઈ જાય તો શું કરવું? અપનાવો આ 3 સ્ટેપ
WhatsAppની પૉલિસી વાંચો અને સમજો:
એપની સેટિંગમાં જઈને Help > Terms and Privacy Policy વિકલ્પ પસંદ કરો અને નિયમો વાંચોRequest a Review વિકલ્પનો ઉપયોગ કરો:
જો તમારું એકાઉન્ટ ભૂલથી બેન થયું છે, તો Settingsમાં જઈને “Request a Review” પર ક્લિક કરો અને તમારું ફોન નંબર વેરીફાય કરોઈ-મેલ દ્વારા WhatsApp સપોર્ટને સંપર્ક કરો:
[email protected] પર ઈમેલ મોકલી શકો છો જેમાં તમારું ફોન નંબર, દેશનો કોડ અને એકાઉન્ટ બેન થવાના કારણોની માહિતી આપવી પડશે
સાવધાની એ જ સલામતી! તો WhatsAppનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને આ નિયમોનું પાલન કરીને તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખો.