Watermelon Farming ઉનાળામાં તરબૂચની તમામ ખૂબી વાંચો
દિલીપ પટેલ
અમદાવાદ,
Watermelon Farming ખેડાના સાંખેજ ગામના 32 વર્ષના યુવા ખેડૂત શિવમ હરેશભાઈ પટેલે તરબૂચ અને ટેટીમાં નવી ખેતી શરૂ કરી છે. તેમના તરબૂચ સુગંધી અને બે ઘણી સુગર હોવાથી ભારે મીઠા છે. વિદેશની જાતને તેમણે દેશી જાતમાં ફેરવી છે. જોકે, તેનું કોઈ પ્રમાણ તેઓ આપી શકતા નથી.
એક્ઝોટિક વેરાયટી છે. લાલ તરબૂચ ગોળ છે. સામાન્ય તરબૂચમાં ખાંડનું પ્રમાણ 6થી 7 ટકા હોય છે. શિવમના તરબૂચમાં 14થી 15 ટકા ખાંડ છે. મૂળ તો તે પ્રાકૃતિક ખેતીના કારણે છે. આ અંગે તેમણે આણંદ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં લેબોરેટરી તપાસ કરાવીને ગુણવત્તા નક્કી કરી હતી. બે ગણી સુગર છે.
10 વીઘા જમીન છે. જેમાં તરબૂચ, ટેટી અને બીજા પાક લે છે. બે વીઘામાં સ્ટ્રોબેરી અને 8 વીઘામાં તરબૂચ અને ટેટી છે.
બજાર
ખેતરથી સીધા ગ્રાહકોને માલ આપવાની તેમની બજાર વ્યવસ્થા છે. 50 રૂપિયે કિલો જે 10 કિલોના બેગમાં ભરે છે. 25 ટકા માલ ખેતર પરથી વેચાય જાય છે.
પીળો રંગ
પીળા રંગના તરબૂચ પણ બનાવે છે. સ્મુથ માવો છે. જ્યુસી વધારે છે. બહારની વેરાયટી છે. જે 60 રૂપિયે લોકોને વેચે છે.
આવક
પ્રાકૃતિક ખેતીના તરબૂચ અને ટેટીથી અંદાજે સાત લાખ રૂપિયાની આવક થાય છે.
ખૂબી
મીઠી ખુશબુ ધરાવે છે. બહારની જાત છે. ક્રીસ્પી છે. પણ પોતાના ખેતરમાં તેની સંશોધિત જાત તૈયાર કરી હોવાનો દાવો શિવમનો છે. હવે તે દેશી જાત બની ગઈ છે. મધુર તરબૂચથી તેઓ વેચાણ કરી રહ્યા છે.
લાલ તરબૂચનું ઓછું ઉત્પાદન છે પણ ગુણવત્તા શ્રેષ્ઠ છે.
ટેટી
ટેટી 100 રૂપિયાથી 200 રૂપિયાના ભાવે વેચે છે.
15થી 20 ટકા સુગર છે.
અરોમા, ખુશબુ વાળી ટેટી કરીએ છીએ.
જંગલી ખેતી
વર્ષ 2019થી સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી કરે છે. બી.ઈ મિકેનિકલ અભ્યાસ કર્યો છે. 7 વર્ષોથી પ્રાકૃતિક ખેતીથી બાગાયતી પાકોમા સ્ટ્રોબેરી, તરબૂચ અને ટેટીનું વાવેતર કરે છે. શિવમ પટેલ પોતાના ખેતરને જંગલ મોડેલ ફાર્મ બનાવવા માંગે છે.
ગુજરાતમાં વાવેતર
2025માં ગુજરાત કૃષિ વિભાગના અંદાજ પ્રમાણે 12 હજાર હેક્ટરમાં તરબૂચ અને ટેટીનું વાવેતર અને 1.50 થી 1.70 લાખ ટન ઉત્પાદન થવાની ધારણા છે.
ગુજરાતમાં શક્કરટેટી અને તરબૂચ સરેરાશ 10060 હેક્ટરમાં 70% શક્કરટેટી અને 30 ટકા તરબૂચનું વાવેતર થાય છે. બનાસકાંઠાની રેતાળ જમીનમાં 5 હજાર હેક્ટર વાવેતર થાય છે. જેમાં અડધું તો ડિસામાં જ થાય છે. સાબરકાંઠા અને જામનગરમાં સારું વાવેતર છે.
સંશોધન
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય દ્વારા શોધ કરવામાં આવી છે. તેથી તરબૂચનો 100 ટકા ઉપયોગ થઈ શકે છે. પહેલા 40 ટકા હિસ્સો ફેંકી દેવો પડતો હતો. તરબુચ 90 દિવસમાં હેક્ટરે 30-40 ટન રૂ.65 હજારનો ખર્ચમાં તૈયાર થાય છે. 1.10 લાખનો નફો મળે છે. હવે તેમાં રસ, કેન્ડી, જ્યુસ બનાવીને વેચે તો મબલખ કમાણી થાય તેમ છે.
કેન્ડી
તરબૂચની છાલના ગરમાંથી કેન્ડી બનાવવી છે. તરબૂચની છાલના જેટલાં વજનની ખાંડ નાંખવામાં આવે છે. 0.2 ટકા સાઈટ્રીક એસીડ, 1500 પી.પી.એમ. પોટેશિયમ મેટાબાય સલ્ફેટ ઉમેરવામાં આવે છે. પછી તરબૂચની છાલના ગરના ટુકડા કરીને ચાસણીનું ટી.એસ.એસ. 70 ડીગ્રી થાય ત્યાં સુધી 72 કલાક મૂકી રાખવું. ત્યારબાદ કેન્ડી ધોઈને 60 ડીગ્રી તાપમાને 17 ટકા ભેજ રહે ત્યાં સુધી સુકવીને 400 ગેજની બેગમાં પેક કરી દેવું. 6 મહિના સુધી સામાન્ય તાપમાન 37 સેન્ટીગ્રેડ સુધી જળવાય છે.
પોટેશિયમ પાયરોસ્લ્ફાઇટ એ એક તીક્ષ્ણ ગંધ સાથેનો સફેદ સ્ફટિકીય પાવડર છે. તેનો ઉપયોગ મુખ્યત્વે એન્ટીઓકિસડન્ટ અથવા રાસાયણિક જંતુરહિત તરીકે થાય છે. તે રાસાયણિક રૂપે સોડીયમ મેટાબીસલફાયટ જેવું જ છે, જેની સાથે તેનો ઉપયોગ ક્યારેક કરવામાં આવે છે.
તરબૂચનું નેક્ટર
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયે તરબૂચનું નેક્ટર બનાવવાની નવીન પ્રક્રિયા તૈયાર કરી છે. જેમાં 25 ટકા તરબૂચનો રસ, ખાંડ અને સાઈટ્રીક એસીડ ઉમેરીને તેનું ટી.એસ.એસ. 16 બ્રિક્સ અને 0.3 ટકા એસીડીટી જાળવી રાખ્યા બાદ તેમાં 1 ટકો પેકિટન અને 100 પી.પી.એમ. સોડિયમ બેન્ઝોએટ ઉમેરીને તેને કાચની બોટલમાં ભરી 96 અંશ સેન્ટીગ્રેડ તાપમાને 5 મિનિટ માટે નિર્જીવીકણ કરવાથી સ્વીકાર્ય ગુણવત્તાના માપદંડ 6 મહિના સુધી સામાન્ય તાપમાન 37 અંશ સુધી ટકી રહે છે.
તરબૂચનું જ્યુસ
નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય તરબૂચનું જ્યુસ બનાવવાની પદ્ધતિ વિકસાવી છે. તરબૂચના રસનું ટી.એસ.એસ. 10 બ્રિક્સ, એસીડીટી 0.3 ટકા, પેકટીન 1 ટકા, અને સોડીયમ બેન્ઝોએટ 100 પી.પી.એમ. જાળવી રાખી કાચની બોટલમાં ભરીને 96 સેન્ટીગ્રેડ તાપાને 5 મિનિટ માટે નિર્જીવીકરણ કરવાથી સ્વીકાર્ય ગુણવત્તાના માપદંડ 6 મહિના સુધી તે સામાન્ય તાપમાન 37 સેન્ટીગ્રેડ સુધી રહી શકે છે.
તરબૂચના રસની કેન્ડી
ગરમીમાં રાહત મળે એવી કેન્ડી બનાવવા માટે 2 કપ તરબુચનો રસ અને અડધી ચમચી ખાંડ નાંખી કુલ્ફી મોલડમાં 8 કલાક ફ્રીઝમાં રાખીને અનમોલડ કરી સર્વ કરાય છે.
મુરબ્બો
તરબૂચની 1.5 કિલો અંદરની સફેદ છાલને છીણી લેવામાં આવે છે. ઉપરની ગ્રીન છાલ કાઢી નાંખવામાં આવે છે. ટૂકડા બ્લાંચ કરો. 1 ઈંચના ટુકડાં કાપી શકાય. પાણીમાં નાંખી ઉકળે એટલે કાઢી લેવી. ટુકડાં નાંખી 1.5 કિલો ખાંડમાં બે કલાક રાખી મૂકવી. તેને ઘીમા તાપે પકાવો. ચાસણીના બે આંગળી વચ્ચે તાર બંધાય એટલે તેમાં ઈલાયચી પાવડર અને જાયફળ નાંખો. 2-3 દિવસ બે વખત હલાવો. ચાસણી ઝાડીને બદલે પાતળી લાગે તો ફરીથી ગરમ કરો. મુરબ્બો તૈયાર થશે. તેમાં જાવિત્રી, વેનીલા એસેન્સ, કેસર નાંખી શકાય છે.
આમ ખેડૂતો તરબૂચ ખેતી અને તેની સાથે ઉત્પાદન મેળવીને બે ઘણો નફો મેળવી શકે છે.
તરબૂચના બી 24 કલાક પલાળી વાવવાથી 10 દિવસ વહેલા પાકે છે
ઉનાળો શરૂ થતાં જ બજારમાં તરબૂચ આવા લાગ્યા છે.
પેપો ફળ તરીકે ઓળખાતા તરબૂચ ગુજરાતના, મેદાનોથી લઈને નદીઓના કાંઠે સફળતાપૂર્વક વાવેતર કરી શકાય છે. તે ટૂંકા ગાળાના પાક છે. તેની લોકપ્રિયતા વધવા માટે સરળ, બજારમાં લઈ જવાનું સરળ અને સારી બજાર કિંમતને કારણે વધી રહી છે. તેના કાચા ફળનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે. તેમના પાકેલા ફળ લોકપ્રિય, મીઠા, ઠંડા અને તરસને શાંત પાડે છે.
જમીનની પસંદગી અને તૈયારીમાં જમીનના 6 થી 7નું પીએચ મૂલ્ય હોવું જોઈએ. આ પાકની ખેતી મોટાભાગની નદીઓમાં કરી શકાય છે. પાણી ભરવું જોઈએ નહીં, સામાન્ય રીતે તરબૂચ ખાડામાં વાવેતર કરવામાં આવે છે. ખાડો બનાવતા પહેલા જમીનને રગદોળી નાખવી જોઈએ. જેથી બીજ સારી રીતે ફૂટી શકે. તરબૂચની પૂર્વ વાવણી બીજની ઉપાય વાવણી કરતા પહેલા થાયરમ બીજના 2.3 ગ્રામ / કિલોના દરે કરવી જોઈએ.