UNમાં ભારતે પાકિસ્તાનને કહ્યુ ‘દુષ્ટ દેશ’, જણાવ્યું – આંતરરાષ્ટ્રીય આતંકવાદનો મુખ્ય આધાર
UN: ભારતે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પાકિસ્તાન સામે કડક શબ્દોમાં ટીકા કરતાં તેને “દુષ્ટ દેશ” તરીકે લક્ષણિત કર્યું છે. ભારતે કહ્યું કે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આતંકવાદને સમર્થન, તાલીમ અને નાણાંકીય સહાય પૂરી પાડવાની દેશની નીતિ જાહેર રીતે સ્વીકારી છે. ભારતની ઉપસ્થાયી પ્રતિનિધિ યોજનાબેન પટેલએ પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો ગંભીર આરોપ મૂક્યો.
UN: આ નિવેદન VOTAN (વિક્ટિમ્સ ઓફ ટેરરિઝમ એસોસિએશન નેટવર્ક)ની સ્થાપનાના અવસરે આપવામાં આવ્યું, જ્યાં ભારતે પાકિસ્તાનની ભુમિકા પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. પટેલે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન આતંકવાદને આશરો આપે છે અને તેના નેતાઓ પોતે જ આ હકીકતને સ્વીકારી ચૂક્યા છે.
ખ્વાજા આસિફનો ખુલ્લો સ્વીકાર
પટેલે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો જેમાં તેમણે કહ્યું હતું:
“અમે છેલ્લાં ૩ દાયકાથી અમેરિકા, પશ્ચિમ દેશો અને યુકે માટે આ ગંદું કામ કરતા આવ્યા છીએ.”
આ નિવેદનને પટેલે આતંકવાદ પ્રત્યે પાકિસ્તાનની નીતિનો ખુલ્લો પુરાવો ગણાવ્યો અને જણાવ્યું,
“આ કોઇ નવાઈની વાત નથી. પાકિસ્તાન એવુ દુષ્ટ દેશ છે જે વૈશ્વિક આતંકવાદને ઉછેરે છે અને દક્ષિણ એશિયામાં અસ્થિરતા લાવે છે.”
VOTAN પ્લેટફોર્મ પર ભારતનો પ્રતિભાવ
યોજનાબેન પટેલે પહેલગામ આતંકી હુમલો અંગે વાત કરતાં કહ્યું કે 26/11ના હુમલાઓ પછી ભારતના સામાન્ય નાગરિકોને અસર કરતો આ સૌથી ગંભીર હુમલો છે. તેમણે કહ્યું:
“ભારત વર્ષો સુધી સીમાપારથી આવતા આતંકવાદનો ભોગ બન્યો છે, તેથી આ પ્રકારના હુમલાઓના શિકાર લોકો અને તેમના પરિવારોના દુઃખને અમે સારી રીતે સમજી શકીએ છીએ.”
તેઓએ ઉમેર્યું કે VOTAN એક સુરક્ષિત અને ઢાંચાકીય મંચ પૂરો પાડશે, જ્યાં આતંકવાદના ભોગ બનેલા લોકો પોતાના અનુભવ શેર કરી શકશે અને વૈશ્વિક શાંતિ સ્થાપનામાં યોગદાન આપી શકશે.
#WATCH | Ambassador Yojna Patel, India's Deputy Permanent Representative at the UN says, "The Pahalgam terrorist attack represents the largest number of civilian casualties since the horrific 26/11 Mumbai attacks in 2008. Having been a victim of cross-border terrorism for… pic.twitter.com/ltwQxJN2iP
— ANI (@ANI) April 29, 2025
સંયુક્ત રાષ્ટ્રના પ્લેટફોર્મના દુરુપયોગનો આરોપ
યોજનાબેન પટેલે પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્ર મંચનો દુરૂપયોગ કરવાનું તથા ભારત સામે ખોટા અને અનાધારિત આરોપ મૂકવાનો આરોપ પણ મૂક્યો. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન સામે વધુ કડક અને સ્પષ્ટ નીતિ અપનાવવાની અપીલ કરી અને કહ્યું કે હવે વિશ્વ આ બધું અવગણતું રહી શકે તેમ નથી.