ભારત સરકારે જમ્મુ કાશ્મીર માંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન ના પેટ માં તેલ રેડાયેલું છે.ત્યારે હવે પાકિસ્તાન નવા નવા ફતવા ઓ કરી રહ્યું છે.હવે પાકિસ્તાન ના પીએમ ઇમરાન ખાન સ્વતંત્રતા દિવસ (14 ઓગસ્ટ) ના રોજ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) ની મુલાકાત લેશે. આ સમય દરમિયાન, અન્ય મંત્રીઓ પણ તેમની સાથે રહેશે. ખાન POKની વિધાનસભામાં પણ જશે.ઇમરાન ખાન POK વિધાનસભાને સંબોધન કરશે. પાકિસ્તાનના વડાપ્રધાનના આગમનમાં પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગવાશે અને ઇમરાન ખાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. પીએમ ઇમરાન ખાન પીઓકે સચિવાલયની મુલાકાત પણ લેશે.
પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ વડા પ્રધાન કાર્યાલયના એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન ‘આઝાદ જમ્મુ-કાશ્મીર’માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે. પાકિસ્તાન તેના કબજાવાળા કાશ્મીરને ‘આઝાદ જમ્મુ અને કાશ્મીર’ કહે છે.પાકિસ્તાને પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે 14 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કાશ્મીર એકતા દિવસ તરીકે અને ભારતીય સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) મનાવશે.પાકિસ્તાન સરકારે ‘કાશ્મીર એકતા દિવસ’ માટે વિશેષ લોગો પણ બહાર પાડ્યો છે, જેના પર ‘કાશ્મીર બનેગા પાકિસ્તાન’ સૂત્ર લખાયેલું છે.