હોમ અને પર્સનલ લોન લેનારાઓ માટે સારા સમાચાર છે. જલ્દી જ લોકોને ઘર ખરીદવા માટે 59 મિનિટમાં જ લોન મળી જશે. સાર્વજનિક ક્ષેત્રની ઈન્ડિયન ઓવરસીજ બેંકે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે બેંક પોતાના ઓનલાઈન પ્લેટફોર્મ પર રિટેલ પ્રોડક્ટ્સ જેમ કે હાઉસિંગ લોન અને પર્સનલ લોનની સુવિધા શરૂ કરશે. જણાવી દઈએ કે અત્યારે સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગ સેક્ટરને 59 મિનિટ લોન પોર્ટલ દ્વારા સરળતાથી મળી જશે.
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ IOBએ પોતાના MCLR પણ 10થી લઈને 15 bsp સુધી ઘટાડ્યો છે. નવા દર 10 ઓગષ્ટથી લાગૂ થઈ ચૂકી છે. સૂત્રો મુજબ IOBએ કહ્યું કે તે SBIની જેમ MCLRમાં હોમ લોન લેનાર રિટેલ ગ્રાહકો માટે એક્સટર્નલ બેંચમાર્ક રેપો રેટથી લિંક કરવા જઈ રહ્યાં છે.
જણાવી દઈએ કે સરકારી બેંકોના ચેરમેન, એમડી અને સીઈઓની સાથે બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે રિટેલ ગ્રાહકોને 59 મિનિટમાં હોમ અને પર્સનલ લોન દેવાનો પ્રસ્તાવ આપ્યો હતો. બેંકોને પ્રસ્તાવ આપ્યો છે કે આ રીતનો પોર્ટલ ગ્રાહકો માટે પણ શરૂ કરવામાં આવે, જેનાથી તેમને સરળતાથી ઓમ, ઓટો અને પર્સનલ લોન મળી શકે. આવું કરવાથી અર્થવ્યવસ્થાને ઝડપ મળશે અને માંગ વધવાથી ઓટો, રિયલ એસ્ટેટ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર્સને વધારે ફાયદો મળશે. નાણા મંત્રાલય આ પ્રસ્તાવ પર વિચારણા કરી રહ્યું છે.
હાલમાં આ રીતની સુવિધા ફક્ત નાના વેપારીઓને મળે છે, જે psbloansin59minutes.comથી સરળતાથી એકથી 5 કરોડ રૂપિયા સુધીની લોન લેવા માટે આવેદન કરી શકો છો.
યોજનાનું ક્ષેત્ર વધારવા માટે એસબીઆઈ, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઓરિએંટલ બેંક ઓફ કોમર્સ, કોર્પોરેશન બેંક અને આંધ્ર બેંકે કરાર કર્યો છે. લોન આ 59 મિનિટ પોર્ટલ પર આ બેંકોને સિલેક્ટ કરનારા વેપારીઓને હવે યોજના હેઠળ પાંચ કરોડની રાશિ એક કલાકમાં પાસ થઈ જશે. આ પ્રકારની લોન પર વ્યાજની શરૂઆત 8.7%થી થાય છે.