Rule Changes 1 મે 2025થી લાગુ પડેલા 6 મોટા ફેરફારો: ATM ચાર્જથી લઈને દૂધના ભાવ સુધી, જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે
Rule Changes 1 મે 2025થી દેશમાં અનેક નાણા અને સેવાઓ સંબંધિત નિયમોમાં ફેરફાર થયો છે. આ નવા નિયમોનો સીધો અસર સામાન્ય જનતાના દૈનિક જીવન અને ખિસ્સા પર પડશે. એ ટી એમ ચાર્જ, દૂધના ભાવ, રેલ્વે ટિકિટ, સિલિન્ડરના દર, સોના-ચાંદીના ભાવ અને ગ્રામીણ બેંકોમાં મોટા ફેરફારો થયા છે. ચાલો જાણી લઈએ આજથી લાગુ થયેલા મુખ્ય ફેરફારો વિશે વિગતે:
1. દૂધના ભાવમાં વધારો
આજથી અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. દેશમાં દૂધ ઉત્પાદનોના ખર્ચમાં સતત વધારો થવાને કારણે કંપનીએ ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે સામાન્ય લોકોને દૈનિક ખર્ચમાં વધારો અનુભવાશે.
2. એટીએમ વ્યવહાર ચાર્જમાં વધારો
RBIના નવા નિયમો અનુસાર હવે મફત ATM વ્યવહારોની મર્યાદા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર ₹23 ચાર્જ લાગુ પડશે. તેમજ બેલેન્સ ચેક કરવા માટે હવે ₹7 ચૂકવવા પડશે, જે પહેલાં ₹6 હતો. મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રોમાં 5 મફત વ્યવહારો મંજૂર રહેશે.
3. રેલવે ટિકિટ બુકિંગ નિયમો બદલાયા
સ્લીપર અને એસી કોચ માટે હવે વેઇટિંગ લિસ્ટ ટિકિટ આપવામાં આવશે. વેઇટિંગ ટિકિટ ધરાવતો મુસાફર હવે માત્ર જનરલ કોચમાં મુસાફરી કરી શકે છે. રિઝર્વેશન સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરાયો છે.
4. સિલિન્ડરના દરમાં ઘટાડો
કોમર્શિયલ 19 કિલો સિલિન્ડરના ભાવમાં ₹14.5નો ઘટાડો થયો છે. દિલ્હીમાં આ સિલિન્ડર હવે ₹1747.50માં ઉપલબ્ધ છે. ઘરેલુ ગેસના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
5. સોના અને ચાંદીના ભાવ સ્થિર
મહેંનતદારોના દિવસને કારણે બજારો બંધ છે અને સોના-ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. ગઈકાલની જેમ સોનાનો ભાવ ₹94,361 પ્રતિ 10 ગ્રામ છે.
6. ગ્રામીણ બેંકોનું મર્જિંગ
RBI દેશના 11 રાજ્યોની ગ્રામિણ બેંકોને મર્જ કરીને મોટી બેંક બનાવવા જઈ રહી છે. આ બદલાવથી બેંકિંગ સેવા વધુ મજબૂત અને સુવ્યવસ્થિત થવાની શક્યતા છે.