Stock Market Holiday: 1 મે 2025: મહારાષ્ટ્ર દિવસે શેરબજાર બંધ, આગામી ટ્રેડિંગ શેડ્યૂલ જાણો
Stock Market Holiday: 30 એપ્રિલે શેરબજારમાં શરૂઆતમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ પછી રિકવરી થઈ હતી. દિવસના અંતે સિન્સેક્સ 272 પોઈન્ટ ઘટીને 80,016 પર બંધ થયો અને નિફ્ટી 90 પોઈન્ટ ઘટીને 24,246 પર બંધ થયો.
આજનું અપડેટ (1 મે 2025):
આજે મહારાષ્ટ્ર દિવસના કારણે એનએસઈ અને બીએસઈ બંને બંધ રહેશે. આ કારણે આજે ઇક્વિટી, ડેરીવેટિવ્સ, કરન્સી અને એસએલબી સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. કારણ કે બન્ને એક્સચેન્જ મુંબઈમાં છે, આજનો દિવસ ટ્રેડિંગ માટે હોલિડે તરીકે જાહેર થયો છે.
MCX પર આંશિક ટ્રેડિંગ ચાલુ રહેશે:
શેરબજાર બંધ હોવા છતાં MCX પર સાંજે 5 વાગ્યાથી રાત્રે 11:30 સુધી ટ્રેડિંગ થશે. રોકાણકારો ચાંદી, ક્રૂડ ઓઇલ અને અન્ય કોમોડિટી પ્રોડક્ટ્સમાં વ્યાપાર કરી શકશે.
આ વર્ષના મુખ્ય બજાર હોલિડેઝ:
1 મે: મહારાષ્ટ્ર દિવસ
15 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસ
27 ઓગસ્ટ: ગણેશ ચતુર્થિ
2 ઓક્ટોબર: ગાંધી જયંતિ
21-22 ઓક્ટોબર: દિવાળી
5 નવેમ્બર: ગુરુ નાનક જયંતિ
25 ડિસેમ્બર: ક્રિસમસ
આગામી ટ્રેડિંગ:
શેરબજાર હવે 2 મે, શુક્રવારે ખુલશે. હવે રોકાણકારોની નજર કંપનીઓના તિમાસિક પરિણામો અને વૈશ્વિક સંકેતો પર રહેશે.