Agriculture: ઈયળ સામે પ્રતિકાર આપતી સોના-મોતી હડ્ડપન ઘઉંની જાત
દિલીપ પટેલ
અમદાવાદ
Agriculture ખેડૂતોએ ઘઉંની પરંપરાગત જાતોની ખેતી છોડી દીધી છે. પરંપરાગત જાતો પર રોગો અને આબોહવા પરિવર્તનની અસર ઓછી જોવા મળી છે. તમામ પાકોની પરંપરાગત જાતોની માંગ ઊભી થઈ રહી છે. આ વર્ષે ગુજરાતના ઘણા મોટા પ્રમાણમાં ખેડૂતોએ 2 હજાર વર્ષ જૂની ઘઉંની જાત સોના મોતીની ખેતી કરી છે. હાઈબ્રેડ જાતના ઘઉંમાં પહેલા ઈયળ આવતી ન હતી. હવે છેલ્લા 3 વર્ષથી ઈયળ આવે છે. તેથી તેને નુકસાની આવી રહી છે. તેથી ખેડૂતો હવે સોના મોતી તરફ ઝડપથી વળી રહ્યા છે. આ ઘઉંમાં ઈયળ નથી આવતી નથી તેથી મોટો ફાયદો છે. તેઓ ગુજરાત બહારથી બિયારણ લાવીને ખેતી કરી છે. એમર વ્હીટ (ટ્રિટિકમ ડિકોકોન) એ વિશ્વભરમાં ઘઉંની સૌથી પ્રાચીન જાતોમાં એક છે.
હડ્ડપન ઘઉં
ઘઉંની એક નવી જાતના વાવેતર પછી ગુજરાતમાં ચર્ચા થઈ રહી છે.
હડપ્પા કાળમાં રહેતા લોકો ખેતીમાં પારંગત હતા. હડપ્પા સમયગાળા દરમિયાન ચોખા, ઘઉં, મસૂર, વટાણા અને કપાસની ખેતી થતી હતી. ‘ઘઉંની આ જાત ખાસ કરીને ભારતીય જાતિની છે. તેનો ઇતિહાસ હડપ્પા સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. આ ભારતની મૂળ પ્રજાતિ છે, જે રોગોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હડપ્પા કાળમાં સોનાના મોતી જેવા ઘઉં ઉગાડવામાં આવતા હતા. ઘઉંની સૌથી જૂની પ્રજાતિ છે. ઘઉંની અન્ય પ્રજાતિઓ કરતાં 3 ગણું વધુ ફોલિક એસિડ હોય છે. સોના-મોતીનો ઘઉંનો દાણો લાંબો નથી પણ ગોળ છે. ઘઉં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં 700 હડપ્પા સ્થળ છે. જેમાં રાજકોટના રોઝડી હડ્ડપન સાઈટ એ કૃષિ ગામ હતું. આવા ઘણા ગામ છે. ભારત અને પાકિસ્તાનમાં હડપ્પન સમયગાળાના સોના મોતી ઘઉંની ખેતી થતી હોવાના પુરાવા છે.
ખુબી
ગોળાકાર દાણા અને ડૂંડી નાની હોય છે. એક ડૂંડામાં 50 કે વધુ દાણા હોય છે. સરેરાશ ઉપજ 18થી 22 ક્વિન્ટલ પ્રતિ એકર છે. આ છોડની ઊંચાઈ પણ 2 થી 2.5 ફૂટથી વધુ નથી, જેના કારણે શિયાળાના પવનમાં પડવાનો ભય નથી.
સોના-મોતી ઘઉંને લુપ્ત થતા બચાવવા માટે નહીં પણ ખેડૂતો હવામાન સામે ટકી શકે અને આરોગ્યમાં ફાયદો કરે એવા હેતુથી સારા ભાવ મેળવી રહ્યા છે.
સોના-મોતી ઘઉંના પોષણ મૂલ્ય વધારે હોવાથી, તેની કિંમત વધુ મળે છે. એટલે ખેતી થાય છે.
સોના-મોતી ઘઉંની એક પ્રાચીન જાત છે. તેમાં ગ્લુટેનનું પ્રમાણ ખૂબ ઓછું છે. વધુમાં, આ પ્રકારના ઘઉંમાં ગ્લાયકેમિક અને ફોલિક એસિડનું પ્રમાણ વધુ છે. એકંદરે, ઘઉંની આ પ્રાચીન જાત ઉચ્ચ પોષક ગુણધર્મો માટે જાણીતી છે. સ્વસ્થ હોવાને કારણે, સોના અને મોતીની માંગ વધુ છે. તેની કિંમત અન્ય ઘઉંની જાત કરતા બે ગણી છે.
લાલજીભાઈ પહેલા ખેડૂત
જસદણ પાંચવડા ગામના 34 વર્ષના ખેડૂત લાલજીભાઈ મનસુખભાઈ ટાઢાણી 4 વર્ષથી સોના મોતીનું વાવેતર કરે છે. તેમણે 2021માં પંજાબથી ઓનલાઇન બિયારણ મંગાવ્યું હતું. 2 વીઘામાં વાવેતર કર્યું હતું. સોના મોતીની સાથે કાળા ઘઉંનું બિયારણ મંગાવ્યું હતું. પણ કાળા ઘઉંની માંગ ન રહેતાં અને ભાવ ન મળતાં તેનું વાવેતર બંધ કરી દીધું છે.
લાલજીભાઈએ અનેક ખેડૂતોને બિયારણ આપ્યું છે. તેથી હવે તેમના બિયારણના ઘઉં સેંકડો ખેડૂતો વાવી રહ્યા છે.
રોટલી
ભાખરી સારી થાય પણ રોટલી કડક થઈ જાય છે.
ઉત્પાદન
લાલજીભાઈ કહે છે કે, 30થી 35 મણ પાકે છે. જ્યારે ટૂકડી ઘઉં 45થી 55 મણ થાય છે. આમ ઉત્પાદન ઓછું છે. પણ ખર્ચ શુન્ય છે. પાણી થોડું વધારે જોઈએ છે.
તે પ્રતિ એકર ઉપજ લગભગ 18થી 25 ક્વિન્ટલ સુધી ઉત્પાદન આપી શકે છે.
દિવાળી આસપાસ વાવેતર કરવામાં આવે છે. એક વીઘે 8થી 10 કિલો બિયારણ જોઈએ છે. જે હાલની સુધારેલી ઘઉંની જાતના બિયારણ કરતાં 50 ટકા ઓછું જોઈએ છે.
પુરસ્કાર
લાલજીભાઈને કૃષિ નિયામક – આત્મા દ્વારા તેમને શ્રેષ્ઠ ખેડૂત તરીકેનો પુરસ્કાર 2022-23માં આપવામાં આવ્યો છે. જેમાં સોના મોતી ઘઉંનો ઉલ્લેખ છે.
બજાર
15 ગ્રાહકો છે. જે બધા જ અગાઉથી ફોન પર ઓર્ડર આપી દે છે. અગાઉથી પૈસા આપી દે છે. જેમાં સ્થાનિક, રાજકોટ, કચ્છ, અમદાવાદ, સુરત, ગાંધીનગર ટ્રાન્સપોર્ટ મોકલી આપીએ, એડવાન્સ પેમેન્ટ તેઓ આપી દે છે. ગ્રાહકો વધી રહ્યાં હોવાથી દર વર્ષે એક વીઘાનું વાવેતર વધારતાં જાય છે. આવતા વર્ષે 5થી 6 વીઘા વાવેતર કરવાના છે.
ભાવ
4 વર્ષથી આ લોકો લઈ જાય છે. એક કિલોનો 80 રૂપિયા ભાવ છે.
પહેલા ખેડૂત
લાલજીભાઈ પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે, મેં સૌથી પહેલા સોના મોતી ઘઉંનું વાવેતર કર્યું હતું. આ ઘઉં કુદરતી રીતે જળવાઈ છે. જંગલી જાતોની જેમ. તેથી તેની પાછળ મોટું ખર્ચ કરવું પડતું નથી.
પાયામાં દેશી ખાતર, જીવામૃતનો ઉપયોગ કરીએ એટલે બીજા ખાતરની જરૂર પણ નથી. એક દાણામાંથી પ્રચલિત જાતો કરતાં બે ગણી ફૂટ આવે છે. એક મહિના પછી તે વધે છે. ડુંડી નાની અને પાન મોટું છે. પ્રચલિત ઘઉં કરતાં 10-15 દિવસ મોડા પાકે છે.
ગુણ
સોના મોતી ઘઉંની જાત સારા ગુણધર્મોથી ભરપૂર છે. ઓછી ગ્લુટેન અને ગ્લાયકેમિક સામગ્રીને કારણે તે ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે ફાયદાકારક છે. અન્ય અનાજ કરતાં અનેક ગણું વધુ ફોલિક એસિડ હોય છે, જે બ્લડ પ્રેશર અને હૃદયરોગના દર્દીઓ માટે ઉપયોગી સાબિત થાય છે.
267% વધુ ખનિજો અને 40% વધુ પ્રોટીન હોય છે. ફોલિક એસિડની ઉણપને કારણે, વાળ અકાળે સફેદ થવા લાગે છે. મોઢામાં ચાંદા, જીભ પર સોજો આવે છે. ગ્લુટેનનું પ્રમાણ ઓછું હોવાથી ગ્લાયકેમિક તત્વ ઓછું હોય છે જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
ખાંડ ખૂબ ઓછી હોય છે. એક રીતે તે નગણ્ય અથવા શૂન્ય છે. તેથી, સોના મોતી જાતને ખાંડ મુક્ત ઘઉં પણ કહેવામાં આવે છે.
8 હજાર રૂપિયા સુધી વેચાણ
સામાન્ય ઘઉંના 25 રૂપિયે કિલો કે 40 રૂપિયે કિલો એપીએમસીમાં વેચાયા છે. સોના-મોતી ખેતર પરથી રૂ.80ના કિલોના ભાવે વેચાણ કર્યા છે. સોના-મોતી ઘઉંની કિંમત સામાન્ય ઘઉં કરતા લગભગ 4 ગણી વધારે છે. તેનો 100 કિલોના ભાવ રૂ.8 હજાર છે.
ખેતી
જમીનની પસંદગી અથવા પ્રકાર – આ ઘઉં કાળી માટીની જમીન માટે યોગ્ય છે. તેના ઉત્પાદન માટે ઠંડુ વાતાવરણ વધુ સારું છે. દક્ષિણ ભારત સિવાય બધી જગ્યાએ ઉગાડી શકાય છે.
વાવેતર
તેના બિયારણનું વાવેતર પ્રતિ એકર 25 થી 30 કિલોગ્રામ કરવું જોઈએ. બીજના માવજત માટે 2 લિટર તાજું કે જૂનું દેશી ગૌમૂત્ર લો, તેમાં 250 ગ્રામ ધાણા પાવડર અને 250 ગ્રામ લાલ મરચા પાવડર ઉમેરો અને પેસ્ટ બનાવો, પેસ્ટને 10 મિનિટ સુધી રાખો અને પછી તેને બીજ પર લગાવો. તેને અડધા કલાક માટે રહેવા દો, પછી બીજ વાવો જેથી બીજનું અંકુરણ સારી રીતે થાય અને કોઈ પ્રાણી કે ફૂગ બીજને નુકસાન ન પહોંચાડે.
ખાતર
100 કિલો ચૂનો પાવડર અને 50 કિલો લીમડો ભેળવીને ખાલી ખેતરમાં છાંટી, તેને ખેડીને ઓછામાં ઓછા 5 દિવસ અથવા ઓછામાં ઓછા 15 દિવસ માટે તડકામાં છોડી દેવાય છે.
વાવણી
વાવણી માટે યોગ્ય સમય 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર છે. ગુજરાતમાં હવે ઠંડી વહેલી ગાયબ થવા લાગી છે તેથી વહેલા વાવેતર થવા લાગ્યા છે. પાકને તૈયાર થવામાં 140 દિવસ લાગે છે. ઓછામાં ઓછા 4 વખત પાણી આપવાની જરૂર પડે છે. એક દાણામાંથી પ્રચલિત જાતો કરતાં બે ગણી ફૂટ આવે છે. એક મહિના પછી તે વધે છે. ડુંડી નાની અને પાન મોટું છે. પ્રચલિત ઘઉં કરતાં 10-15 દિવસ મોડા પાકે છે.
કાર્બનિક ખાતર
કાર્બનિક ખાતર તરીકે, પ્રતિ એકર 10 કિલો સડેલું ગાયનું છાણ, 2 ટન ફોસ્ફો કમ્પોસ્ટ કાર્બનિક ખાતર અથવા 500 કિલો કાર્બનિક પોટાશ ખાતર ભેળવીને ખેતરમાં સારી રીતે ખેડ કરાય છે. પછી વાવણી કરો.
રોગ
પ્રજાતિ રોગો સામે પ્રતિરોધક છે. 2 લિટર ગૌમૂત્ર અને 100 મિલી લીમડાનું તેલ ભેળવીને 13 લિટર પાણીમાં 30 દિવસના અંતરાલથી બે વાર છંટકાવ કરવાથી સારા પરિણામ ખેડૂતોને મળ્યા છે.
લાલજીભાઈ કહે છે કે, હાઈબ્રેડ જાતના ઘઉંમાં પહેલા ઈયળ આવતી ન હતી. હવે છેલ્લા 3 વર્ષથી ઈયળ આવે છે. તેથી તેને નુકસાની આવી રહી છે. તેથી ખેડૂતો હવે સોના મોતી તરફ ઝડપથી વળી રહ્યા છે. આ ઘઉંમાં ઈયળ નથી આવતી નથી તેથી મોટો ફાયદો છે. તેમ લાલજીભાઈ કહે છે.
પાણી
25 દિવસે પહેલું પાણી આપી પછી જ મટકા ખાતરનું દ્રાવણ બનાવીને પાણી સાથે આપવું જોઈએ. દરેક પાણી આપ્યા પછી પાણી સાથે મટકા ખાતર આપે તો સારા પરિણામ મળે છે. 4 કે વધુ વખત પાણી આપવું પડે છે.
પંજાબ
પંજાબમાં છેલ્લી સિઝનમાં તે 8 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી વેચાયું હતુ. આ જાત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોમાં લોકપ્રિય છે. હવે ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં વાવી રહ્યાં છે.
બિહારમાં સોના-મોતી ઘઉંની જાતની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બિહાર સ્ટેટ કોર્પોરેશન લિમિટેડ બીજ પૂરા પાડવા માટે કહેવામાં આવ્યું છે.ગુજરાત સહિત અન્ય સ્થળોએ તેની ખેતી માટે બિહાર સરકાર બીજ આપ્યા છે. જે ગુજરાતના ખેડૂતો લાવ્યા છે.