Hero MotoCorp: એપ્રિલમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો અને અશોક લેલેન્ડના વેચાણમાં ઘટાડો
Hero MotoCorp: એપ્રિલ 2024 માં હીરો મોટોકોર્પનું હોલસેલ વેચાણ 43 ટકા ઘટીને 3,05,406 યુનિટ થયું. આ ઘટાડો મુખ્યત્વે કંપની દ્વારા 17-19 એપ્રિલ દરમિયાન તેના ચાર મુખ્ય પ્લાન્ટ્સ (ધારુહેરા, ગુરુગ્રામ, હરિદ્વાર અને નીમરાના) ખાતે ઉત્પાદન અસ્થાયી રૂપે સ્થગિત કરવાના કારણે થયો હતો. ગયા વર્ષે એપ્રિલમાં કંપનીનું જથ્થાબંધ વેચાણ 5,33,585 યુનિટ હતું. એપ્રિલમાં સ્થાનિક વેચાણ ઘટીને 2,88,524 યુનિટ થયું, જે ગયા વર્ષે સમાન મહિનામાં 5,13,296 યુનિટ હતું. કંપનીની નિકાસ પણ ગયા વર્ષે 20,289 યુનિટની સરખામણીમાં ઘટીને 16,882 યુનિટ થઈ ગઈ.
બજાજ ઓટોના વેચાણમાં 6 ટકાનો ઘટાડો
એપ્રિલ 2024માં બજાજ ઓટોનું કુલ વેચાણ 6 ટકા ઘટીને 3,65,810 યુનિટ થયું. ગયા વર્ષે આ જ મહિનામાં કંપનીએ 3,88,256 યુનિટ વેચ્યા હતા. સ્થાનિક વેચાણ ૧૧ ટકા ઘટીને ૨,૨૦,૬૧૫ યુનિટ થયું છે, જે ગયા વર્ષે ૨,૪૯,૦૮૩ યુનિટ હતું. જોકે, નિકાસ 4 ટકા વધીને 1,45,195 યુનિટ થઈ છે જે ગયા વર્ષે એપ્રિલમાં 1,39,173 યુનિટ હતી.
અશોક લેલેન્ડના વેચાણમાં પણ ઘટાડો
એપ્રિલ 2024 માં વાણિજ્યિક વાહન નિર્માતા કંપની અશોક લેલેન્ડનું વેચાણ 6 ટકા ઘટીને 13,421 યુનિટ થયું. ગયા વર્ષે એપ્રિલમાં કંપનીએ 14,271 વાહનોનું વેચાણ કર્યું હતું. સ્થાનિક વેચાણ 7 ટકા ઘટીને 12,509 યુનિટ થયું છે, જે એક વર્ષ પહેલાના સમયગાળામાં 13,446 યુનિટ હતું. જોકે, હળવા વાણિજ્યિક વાહનોનું વેચાણ ગયા વર્ષે 4,835 યુનિટની સરખામણીમાં વધીને 5,103 યુનિટ થયું છે.