છેલ્લાં કેટલાંક સમયથી એઈમ્સમાં દાખલ પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીના ખબરઅંતર જાણવા પીએમ મોદી રાત્રે 8 વાગ્યે એઈમ્સ જશે. અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને કાર્ડિયો-ન્યુરો સેન્ટરમાં આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત રવિવારે જેટલીના હાલચાલ જાણવા એઈમ્સ પહોંચ્યા હતા.

શ્વાસ લેવામાં તકલીફ ઊભી થયા બાદ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં દાખલ છે. છેલ્લા બે દિવસમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, બસપા સુપ્રીમો માયાવતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જેટલીની એઈમ્સમાં જઈને તબિયત પુછી હતી.

તો કેન્દ્રના આરોગ્ય મંત્રી વર્ધને કહ્યું હતું કે ‘ એઇમ્સના ડોકટરો જેટલીની સારી રીતે દેખભાળ રાખે છે’. શુક્રવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ગૃહ મંત્રી અમીત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી એ પણ હોસ્પિટલમાં જેટલીના ખબર અંતર પૂછવા મુલાકાત લીધી હતી.જો કે એઇમ્સ દ્વારા જેટલીની તબીયત અંગે કોઇ જ બુલેટીન બહાર પાડવામાં આવ્યો નહતો.

દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલીને લાઇફ સપોર્ટ સીસ્ટમ પર રખાતા દેશના અનેક મોટા નેતાઓ તેમની તબીયતની હાલ પૂછવા હોસ્પિટલે પહોંચ્યા હતા.હોસ્પિટલની મુલાકાતે ગયેલાઓમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર, રેલવે મંત્રી પીયુષ ગોયલ, કોંગ્રેસના અભિષેક સિંઘવી અને સિંધીયા વગેરેનો સમાવેશ થતો હતો.ઉપરાંત કેન્દ્રના આરોગ્ય મંત્રી હર્ષ વર્ધન, ભાજપના સતીષ ઉપાધ્યાયા અને એર ચીફ માર્શલ બિરેન્દ્ર સિંહ ઘનોઓના પણ જેટલીની તબીયતના સમાચાર જાણવા એઇમ્સમાં ગયા હતા.