સુરતના સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી હરમિત દેસાઇની શનિવારે અર્જુન એવોર્ડ માટે નોમિનેશન મળવાની ઉજવણી આજે રવિવારે તિરુવનંતપૂરમમાં યુટીટી સાઉથ ઝોન નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં સિંગલ્સનું ટાઇટલ જીતીને ઉજવણી કરી હતી. હરમીતે ફાઇનલમાં તમિલનાડુના ખેલાડી સુશ્મીત શ્રીરામને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું.
હરમિતે સુશ્મીત શ્રીરામને 11-6, 11-8, 11-5, 6-11, 12-10થી હરાવ્યો હતો. આ પહેલા હરમિતે સેમી ફાઇનલમાં સૌમ્યજીત ઘોષને હરાવ્યો હતો. હરમિતનું છેલ્લા 3 વર્ષમાં આ પ્રથમ ઝોનલ ટાઇટલ રહ્યું છે. આ પહેલા હરમિત છેલ્લે 2016માં સેન્ટ્રલ ઝોન ટાઇટલ જીત્યો હતો અને તે સમયે તેણે ફાઇનલમાં સુભાજીત સાહાને હરાવ્યો હતો, જેને અહીં તેણે ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યો છે.
મહિલા સિંગલ્સમાં અહિકા મુખરજીએ સેલેનાદિપથી સેલ્વાકુમારને 11-6, 10-12, 11-13, 11-9, 11-7, 11-7થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.