Waqf Law dispute: સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 15 મેના રોજ, કેન્દ્રના સોગંદનામા પર ચર્ચા
Waqf Law dispute: વકફ સુધારા કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર આગામી સુનાવણી 15 મેના રોજ સુપ્રીમ કોર્ટમાં થશે. સોમવારે સુનાવણી દરમિયાન, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સમય માંગ્યો હતો, જેને ન્યાયાધીશ સંજીવ ખન્ના, પીવી સંજય કુમાર અને કેવી વિશ્વનાથનની બેન્ચે સ્વીકારી લીધો હતો અને સુનાવણી મુલતવી રાખી હતી.
Waqf Law dispute: મુસ્લિમ સમુદાયે આ મામલે પોતાનો વાંધો વ્યક્ત કરી દીધો છે અને સુનાવણી માટે સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી હતી. અગાઉ, 17 એપ્રિલના રોજ થયેલી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો અને વક્ફ બોર્ડમાં નવી નિમણૂકો પર રોક લગાવી દીધી હતી.
કેન્દ્રના સોગંદનામાના મુખ્ય મુદ્દાઓ:
કાયદાની બંધારણીય માન્યતાનો દાવો: કેન્દ્રએ 25 એપ્રિલના રોજ દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે વક્ફ સુધારો કાયદો સંપૂર્ણપણે બંધારણીય છે અને સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા પર રોક લગાવવી જોઈએ નહીં.
- મિલકતોમાં વધારાનો દાવો: સરકારે કહ્યું કે 2013 થી વકફ મિલકતોમાં 20 લાખ એકરથી વધુનો વધારો થયો છે.
- વિવાદોનો ઉલ્લેખ: સોગંદનામામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે સરકારી અને ખાનગી જમીનોને લઈને અનેક વિવાદો ઉભા થયા છે.
- AIMPLBનો વાંધો: ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કેન્દ્રના આંકડા ખોટા ગણાવ્યા અને કોર્ટને ખોટા સોગંદનામા આપનાર અધિકારી સામે કાર્યવાહી કરવા જણાવ્યું.
- લઘુમતી બાબતોના મંત્રાલયે ૧૩૩૨ પાનાના વિગતવાર સોગંદનામામાં જણાવ્યું હતું કે વકફ મિલકતોની નોંધણી ૧૯૨૩ થી ફરજિયાત છે અને નવો સુધારો મુસ્લિમોની ધાર્મિક પ્રથાઓનો આદર કરે છે.
SC to hear multiple pleas challenging Waqf Act today
•The Supreme Court is set to resume hearings Monday on a series of petitions challenging the constitutional validity of the Waqf (Amendment) Act, 2025, a contentious piece of legislation that has sparked nationwide debate and… pic.twitter.com/lU030GS4Nl
— IANS (@ians_india) May 5, 2025
અરજીઓની સ્થિતિ:
આ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં પાંચ અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાં AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની અરજી પણ શામેલ છે. કોર્ટે તમામ અરજીઓ પર કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે અને ફરીથી જવાબ દાખલ કરવાની તક પણ આપી છે.