BJP: ગુજરાતના 50 ખેલાડીઓને નોકરી મળી પણ ગુજરાતની ભાજપ સરકાર નોકરી આપતી નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 07/05/2025
BJP: 50માંથી 44 ખેલાડીઓને કેન્દ્રમાં નોકરી મળી, જેમાં 16 રમતવીરો લશ્કરમાં જોડાયા. પણ ગુજરાત સરકારે તો માત્ર 6 ખેલાડીઓને નોકરી આપી છે.
ગુજરાતના ખેલાડીઓએ એથ્લેટિકસમાં મેડલ પ્રાપ્ત ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટામાં અત્યાર સુધીમાં 50 ખેલાડીઓમાંથી 44 ખેડાલીઓ કેન્દ્ર સરકારમાં અને ગુજરાત સરકારમાં માંડ 6 ખેલાડીઓને નોકરી મળી છે. આમ ગુજરાત સરકાર ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં સદંતર નબળી પુરવાર થઈ છે. ખેલ પ્રધાન હર્ષ સંઘવી ખેલાડીઓને નોકરી આપવામાં ભારે બેદરાક સાબિત થયા છે.
એથ્લેટિક્સ રમતમાં વર્ષ – 2010 પછી અત્યાર સુધીમાં 100 મીટર દોડથી 10 હજાર મી દોડ, વિધ્ન દોડ, મેરેથોન તેમજ ડેકેથલોનની સ્પર્ધાના શ્રેષ્ઠ 16 ખેલાડીઓએ ભારતના લશ્કરમાં 2 ખેલાડીઓ હવાઈ દળમાં, 1 ખેલાડીને કેન્દ્રીય અનામત દળમાં, 1 ખેલાડી આસામ રાયફલમાં, 1 ખેલાડી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં તેમજ 1 ખેલાડી ઈન્ડો – તિબેટીયન બોર્ડર પોલીસમાં જોડાયા હતા.
એથ્લેટિક્સ રમતમાં જોડાઈને 11 ખેલાડીઓએ ઇન્ડિયન પોસ્ટલ સર્વિસમાં જોડાયા હતા. જ્યારે બે ખેલાડીઓ દિલ્હી ખાતે આવકવેરા વિભાગમાં, એક ખેલાડી ગોવા ખાતે આવકવેરા વિભાગમાં, એક ખેલાડી ભારત સંચાર નિગમમાં, 6 ખેલાડીઓ રેલવેમાં, એક ખેલાડી ખેતી બેંકમાં તેમજ 6 ખેલાડીઓએ ગુજરાત પોલીસમાં જોડાયા હતા.
ગુજરાતમાં 11 સિન્થેટીક એથ્લેટીક્સ ટ્રેક અમદાવાદ શહેર, મહેસાણા, પાટણ શહેર સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, નર્મદા ભાવનગર શહેર તેમજ પોરબંદર શહેરના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સ્પોર્ટ્સ ઓથોરીટી ગુજરાત દ્વારા બનાવવામાં આવ્યા છે.