‘Operation Sindoor’ પર સર્વપક્ષીય બેઠકમાં PM મોદીનો ખાસ સંદેશ
Operation Sindoor: ભારત દ્વારા પાકિસ્તાનમાં ‘ઓપરેશન સિંદૂર’ના સફળ અમલ બાદ, ગુરુવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો અને લશ્કરી કાર્યવાહી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
પ્રધાનમંત્રી મોદીનો સંદેશ
આ બેઠકમાં દેશને ખાસ સંદેશ આપતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું,
“આપણે બધાએ સાથે મળીને દરેક પડકારનો સામનો કરવો પડશે. આ સમય એકતામાં રહેવાનો છે.”
તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતા માટે, બધા પક્ષોએ રાજકારણથી ઉપર ઉઠીને એક સાથે આવવું જોઈએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું
“અમે સરકારને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. જેમ મલ્લિકાર્જુન ખડગેજીએ કહ્યું હતું, કેટલાક મુદ્દાઓ છે જેના પર સરકારે ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ તેમ છતાં બધાએ સમર્થન વ્યક્ત કર્યું છે.”
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન
“મેં ઓપરેશન સિંદૂર માટે આપણા સશસ્ત્ર દળો અને સરકારની પ્રશંસા કરી. એ પણ સૂચન કર્યું કે આપણે ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)’ સામે આંતરરાષ્ટ્રીય ઝુંબેશ શરૂ કરવી જોઈએ અને પાકિસ્તાનને ફરીથી FATFની ગ્રે લિસ્ટમાં મૂકવાનો પ્રયાસ કરવો જોઈએ.”