iPhone જેવાં ડિઝાઇનમાં લોન્ચ થશે Oppo Reno 14 સિરીઝના સ્માર્ટફોન, જાણો લોન્ચ તારીખ અને ખાસ ફીચર્સ
Oppo પોતાની લોકપ્રિય Reno સિરીઝ હેઠળ બે નવા સ્માર્ટફોન — Oppo Reno 14 અને Reno 14 Pro — 15 મે, 2025 ના રોજ ચીનમાં લોન્ચ કરવા જઈ રહી છે. આ લોંચ ઇવેન્ટ દરમિયાન કંપની Oppo Enco Clip TWS ઈયરબડ્સ અને Oppo Pad SE ટેબ્લેટ પણ રજૂ કરશે.
iPhone જેવી પ્રીમિયમ ડિઝાઇન
Weibo પર રિલીઝ કરાયેલા ટીઝર ઈમેજ પરથી જણાઈ રહ્યું છે કે Reno 14 સિરીઝના નવા ફોનનો ડિઝાઇન iPhone 12 પરથી પ્રેરિત છે. રિયર સાઇડ પર ડ્યુઅલ કેમેરા વર્ટિકલ રીતે મૂકવામાં આવ્યો છે, જ્યારે ત્રીજો સેન્સર અને LED ફ્લેશ અલગ રિંગમાં છે। આગળની તરફ ફ્લેટ સ્ક્રીન સાથે હોલ પંચ કટઆઉટ ડિઝાઇન જોવા મળે છે.
Oppo Reno 14 Series ની લોન્ચ તારીખ
- લોંચ તારીખ: 15 મે, 2025
- સમય: ચીનમાં સાંજે 4:00 વાગે, ભારતે 1:30 બપોરે
- કલર ઓપ્શન: મર્મેડ પ્રિન્સેસ, હાફ સમર, ગ્રીન લિલી પર્પલ અને રીફ બ્લેક
મુખ્ય ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
- Reno 14: MediaTek 8400 ચિપસેટ
- Reno 14 Pro: Dimensity 8450 પ્રોસેસર
- બેટરી: 6000mAh, 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
- ડિઝાઇન: ફ્લેટ સ્ક્રીન, રિયર પર ટ્રિપલ કેમેરા સેટઅપ
Oppo Enco Clip અને Pad SE પણ થશે લોન્ચ
- Enco Clip TWS: ઓપન-ઇયર ડિઝાઇન, 9.5 કલાક પ્લેબેક ટાઈમ, રંગોમાં ઉપલબ્ધ — પર્લસેન્ટ સી અને સ્ટાર રૉક ગ્રે
- Pad SE: સ્ટારલાઈટ સિલ્વર અને નાઇટ બ્લૂ કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ થવાની શક્યતા
Oppo એ આ તમામ ડિવાઈસીસ માટે ચીનમાં પ્રી-રિઝર્વેશન શરૂ કરી દીધું છે. Reno 14 સિરીઝ, અગાઉના Reno 13 અને 13 Pro નું અપગ્રેડેડ વર્ઝન હશે.