પશ્ચિમ બંગાળના ખડગપુરથી ગ્રામીણ બેંકની પરીક્ષા આપવા માટે ઝારખંડના જમશેદપુર આવેલી 24 વર્ષની યુવતી 18 ઓગસ્ટથી અચાનક ગુમ થઈ ગઈ છે. જે બાદથી યુવતીના પરિવારના લોકો પરેશાન છે. યુવતીનો મોબાઇલ પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. પરિવારના લોકો જમશેદપુર ખાતે પોલીસ ફરિયાદ આપવા પહોંચ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે આ મામલો બંગાળનો હોવાથી ત્યાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે. ઝારખંડમાં જ્યારે પરિવારે ફરિયાદ આપવાનો પ્રયાસ કર્યો તો કહેવામાં આવ્યું કે મામલો પશ્ચિમ બંગાળનો હોવાથી ત્યાં ફરિયાદ આપવામાં આવે. જે બાદમાં કંટાળીને પરિવાર એસએસપી ઓફિસ પહોંચ્યો હતો, અહીં શહેર એસ.પી.એ પરિવારને યોગ્ય તપાસની ખાતરી આપી છે.
શું છે આખો મામલો?
બંગાળના ખડગપુરમાં રહેતા પ્રેમ શર્મા પોતાની ભત્રીજી ગુમ થયા બાદ મદદ માટે સોમવારે જમશેદપુરની સિટી એસપી ઓફિસ ખાતે પહોંચ્યા હતા. હકીકતમાં 18 ઓગસ્ટના રોજ રવિવારે ગ્રામીણ બેંકની પરીક્ષા આપવા માટે તેની 24 વર્ષની ભત્રીજી શ્વેતા શર્મા જમશેદપુરના NH-33 ડિમના રોડ પહોંચી હતી. અહીં પહોંચીને શ્વેતાએ તેની માતાને ફોન કર્યો હતો કે તેણી પરીક્ષા સ્થળ પર પહોંચી ગઈ છે. જોકે, તેણી પરીક્ષા બાદ ઘરે પરત ફરી ન હતી, જે બાદથી પરિવારના લોકો પરેશાન થઈ ગયા હતા.
પોલીસે એસપી સિટી પાસેથી મદદ માંગી
કલાકોની તપાસ પછી યુવતી ક્યાં છે તેની કોઈ કડી મળી ન હતી. જ્યારે જમશેદપુર અને બંગાળ બંનેની સ્થાનિક પોલીસે પાસેથી કોઈ મદદ ન મળતા પરિવારના લોકો જમશેદપુર એસપી સિટી ઓફિસ પહોંચ્યાં હતાં. ગુમ થયેલી યુવતીના કાકા પ્રેમ શર્માએ જણાવ્યું કે બંને રાજ્યની પોલીસ એકબીજાને ખો આપી રહી છે.
કાર્યવાહીનો નિર્દેશ
આ અંગે જાણકારી મળતા જ સિટી એસ.પી. સુભાષ ચંદ્ર ઝાટે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. તેમણે યુવતીને શોધી કાઢવા માટે પરિવારના લોકોને યોગ્ય કાર્યવાહી કરવાનો ભરોશો આપ્યો હતો.