India-Pakistan war tension: આતંકવાદ પર ચીનનું મોટું નિવેદન, ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા
India-Pakistan war tension: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ચીને પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને આતંકવાદના મુદ્દા પર ભારતની તરફેણમાં નિવેદન આપતા કહ્યું કે ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે અને ભારત અને પાકિસ્તાનને શાંતિ અને સ્થિરતા જાળવવા અપીલ કરે છે.
India-Pakistan war tension: લિન જિયાને પોતાના નિવેદનમાં કહ્યું, “ભારત અને પાકિસ્તાન આપણા પડોશી છે અને હંમેશા રહેશે. અમે વર્તમાન ઘટનાક્રમ અંગે ચિંતિત છીએ અને બંને દેશોને યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવાની અપીલ કરીએ છીએ. અમે તેમને એવી કોઈપણ કાર્યવાહી ટાળવા વિનંતી કરીએ છીએ જે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે.” ચીને એ પણ સંકેત આપ્યો કે તે આ તણાવ ઘટાડવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે કામ કરવા માંગે છે.
On India-Pakistan tension, Chinese Foreign Ministry Spokesperson Lin Jian yesterday said, "We’ve shared China’s position yesterday on the ongoing situation between India and Pakistan. China is concerned over the current developments. India and Pakistan are and will always be each… pic.twitter.com/ay1zuOgWzV
— ANI (@ANI) May 9, 2025
ભારતીય સેનાના વળતા હુમલા: ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાની હુમલા નિષ્ફળ ગયા
દરમિયાન, ભારતીય સેનાએ પાકિસ્તાની સશસ્ત્ર દળોના હુમલાઓને “અસરકારક રીતે નિષ્ફળ” કર્યા છે. સેનાએ જણાવ્યું હતું કે 8 અને 9 મે 2025 ની રાત્રે, પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ડ્રોન અને અન્ય હથિયારો દ્વારા અનેક હુમલા કર્યા હતા.
OPERATION SINDOOR
Pakistan Armed Forces launched multiple attacks using drones and other munitions along entire Western Border on the intervening night of 08 and 09 May 2025. Pak troops also resorted to numerous cease fire violations (CFVs) along the Line of Control in Jammu and… pic.twitter.com/WTdg1ahIZp
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 9, 2025
ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય સેનાએ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે અને પાકિસ્તાનના દરેક નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપવામાં આવશે.” સેનાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે દેશની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવના વાતાવરણમાં ચીનના આ નિવેદનને વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આતંકવાદ પર ચીનનું કડક વલણ અને ભારતનો પાકિસ્તાનને લશ્કરી રીતે યોગ્ય જવાબ આવનારા દિવસોમાં પ્રાદેશિક સમીકરણોને અસર કરી શકે છે.