કાશ્મીર પર પાકિસ્તાનને દુનિયાની સામે શરમસાર થવું પડ્યું છે. જો કે તેના માટે આ કોઇ નવો સિલસિલો નથી. અમે તમને કેટલીક એવી તસવીરો દેખાડવા જઇ રહ્યાં છે જેને જો ત્યાંના વડાપ્રધાન ઇમરાન ખાન જોઇ લે તો શરમસાર થઇ જશે. આ તસવીરોની કારણે દુનિયાભરમાં પાકિસ્તાનનું અપમાન થયું અને તેને મોઢુ છુપાવવાની જગ્યા ન મળી.
આ વર્ષે પાકિસ્તાનના સ્વતંત્રતા દિને દુબઇથી એક તસવીર આવી. આ ફોટો દુનિયાની સૌથી ઉંચી ઇમારત બુર્ઝ ખલિફાની, જેના પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજથી લાઇટિંગ કરવામાં આવી હતી. પરંતુ ગરબડ એ હતી કે આ ધ્વજ ઉંધો હતો.
પાકિસ્તાનના સ્વતંત્રતા દિને જ મહારાણા રણજીત સિંહની પ્રતિમા તોડી નાંખવામાં આવી. આ તસીવીરો સાક્ષી છે કે પાકિસ્તાનમાં કેટલી નફરત છે.
આ વર્ષે વાઘા-ટરી બોર્ડર પર રિટ્રીટ સમારોહ દરમિયાન પણ પાકિસ્તાને શરમસાર થવું પડ્યું. હકીકતમાં પાકિસ્તાનના જવાનો આક્રામક મુદ્રામાં રિટ્રીટ આપવા ગયાં અને સંતુલન ગુમાવતા ધડામ થતાં બચી ગયાં. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને પાકિસ્તાનની ખૂબ મજાક ઉડી.
આ તસવીર પુરાવો છે કે પાકિસ્તાન કેવી રીતે જુઠ્ઠાણુ ચલાવે છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના રાજદૂતે આ તસવીર કાશ્મીરમાં ભારતીય સેનાની કાર્યવાહીથી ઘાયલ થયેલી યુવતીની ગણાવી હતી, જ્યારે હકીકતમાં આ ફોટો ગાઝાની યુવતીનો હતો.
ગત વર્ષે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ સીરીઝ થઇ. આ સીરીઝની જે ટ્રોફી હતી, તેણે દુનિયાભરમાં પાકિસ્તાનને ફરી એકવાર શરમસાર કર્યુ. આ ટ્રોફી બિસ્કીટ જેવી હતી અને લોકો મજાકમાં પૂછી રહ્યાં હતાં કે આને ખાવાની છે કે ઘરે લઇ જવાની છે.