FD Rates: વરિષ્ઠ નાગરિકોને FD પર બેંકો 8.25% સુધી વ્યાજ આપી રહી છે
FD Rates: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા રેપો રેટમાં બે વખત ઘટાડા બાદ, બેંકોએ લોન પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, ત્યારે FD પરના વ્યાજ દરમાં પણ ફેરફાર થયો છે. જોકે, કેટલીક બેંકો હજુ પણ વરિષ્ઠ નાગરિકોને તેમની 1 વર્ષની FD પર આકર્ષક વ્યાજ દરો ઓફર કરી રહી છે. અહીં અમે તમને એવી બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે વરિષ્ઠ નાગરિકોને 8.25% સુધીનું બમ્પર વ્યાજ આપી રહી છે.
સૌથી વધુ વ્યાજ આપતી બેંકો
બંધન બેંક – ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને ૧ વર્ષની FD પર ૮.૨૫% વ્યાજ મળી રહ્યું છે.
ઇન્ડસઇન્ડ બેંક – આ બેંકમાં, વરિષ્ઠ નાગરિકોને 1 વર્ષની FD પર 8.00% વ્યાજ મળી રહ્યું છે.
RBL બેંક – વરિષ્ઠ નાગરિકોને 1 વર્ષની FD પર 8.00% વ્યાજ મળી રહ્યું છે.
તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક – વરિષ્ઠ નાગરિકોને 1 વર્ષની FD પર 7.75% વ્યાજ મળી રહ્યું છે.
અન્ય મુખ્ય બેંકોના વ્યાજ દરો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) – 1 વર્ષની FD પર 7.20% વ્યાજ.
પંજાબ નેશનલ બેંક (PNB) – 1 વર્ષની FD પર 7.20% વ્યાજ.
બેંક ઓફ બરોડા – ૧ વર્ષની FD પર ૭.૩૦% વ્યાજ.
ICICI બેંક – 1 વર્ષની FD પર 7.20% વ્યાજ.
HDFC બેંક – 1 વર્ષની FD પર 7.10% વ્યાજ.