Virat Kohli: ટેસ્ટ ક્રિકેટમાં વિરાટ કોહલીનો કેવો રહ્યો રેકોર્ડ? એક ક્લિકમાં જાણો તમામ વિગતો
Virat Kohli: વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે ભાવુક શબ્દોમાં લખ્યું: “ટેસ્ટ ક્રિકેટમાં મેં પહેલી વાર બેગી બ્લુ જર્સી પહેરી તેને ૧૪ વર્ષ થઈ ગયા છે. આ ફોર્મેટે મારી કસોટી કરી છે, મને ઘડ્યો છે અને જીવનભર માટે મૂલ્યવાન પાઠ શીખવ્યા છે.”
ટેસ્ટ કારકિર્દીનો આંકડાકીય દ્રષ્ટિએ દેખાવ
કુલ ટેસ્ટ મેચ: 123
કુલ રન: 9230
સરેરાશ: 46.9
સર્વોત્તમ સ્કોર: 254 નોટઆઉટ
સદી: 30
અર્ધસદી: 31
ચોક્કા: 1027
છગ્ગા: 30
વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી હંમેશા ભારતીય ક્રિકેટના સુવર્ણ પ્રકરણોમાંના એક તરીકે યાદ રાખવામાં આવશે. તેમણે ભારતને અનેક ઐતિહાસિક જીત અપાવી જ નહીં, પરંતુ યુવા ખેલાડીઓમાં ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો પણ જગાવ્યો.