Moto G86 Power 5G: 50MP કેમેરા અને 6720mAh બેટરી સાથે નવા સ્પેસિફિકેશન્સ લીક
Moto G86 Power 5G: મોટોરોલા તેના આગામી સ્માર્ટફોન Moto G86 Power 5G પર કામ કરી રહ્યું છે, અને Android Headlines ના તાજેતરના અહેવાલમાં ફોનની કેટલીક મુખ્ય વિશિષ્ટતાઓ જાહેર કરવામાં આવી છે. આ ફોન ચાર આકર્ષક રંગોમાં ઉપલબ્ધ થશે: ક્રાયસન્થેમમ (આછા લાલ), કોસ્મિક સ્કાય (લવંડર), ગોલ્ડન કેપ્રેસ (ઓલિવ લીલો) અને સ્પેલબાઉન્ડ (વાદળી રાખોડી). દરેક વેરિઅન્ટમાં અલગ કાળો ટેક્સચર હશે. સ્પેલબાઉન્ડ મોડેલમાં ઇકો લેધર ફિનિશ હશે, જ્યારે અન્ય રંગોમાં કોસ્મિક સ્કાય જેવા ફેબ્રિક સાથે ટેક્ષ્ચર પ્લાસ્ટિક હશે.
Moto G86 Power 5Gના મુખ્ય સ્પેસિફિકેશન્સ (એક્સ્પેક્ટેડ)
ડિસ્પ્લે: 6.67 ઇંચની pOLED ફ્લેટ ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટ, 2712 x 1220 પિક્સલ રિઝોલ્યુશન અને ગોરિલા ગ્લાસ 7i પ્રોટેકશન સાથે
પ્રોસેસર: MediaTek Dimensity 7300 ચિપસેટ
RAM અને સ્ટોરેજ: 8GB અને 12GB RAM વિકલ્પ, 128GB અથવા 256GB સ્ટોરેજ સાથે
સોફ્ટવેર: Android 15, બે વર્ષના OS અપડેટ્સ અને ચાર વર્ના સિક્યોરિટી અપડેટ્સ સાથે
કેમેરા:
રીઅર કેમેરા: 50MP પ્રાઇમરી કેમેરા (f/1.88 એપર્ચર, OIS સપોર્ટ) અને 8MP મેક્રો કેમેરા (f/2.2 એપર્ચર)
ફ્રન્ટ કેમેરા: 32MP સેલ્ફી કેમેરા (f/2.2 એપર્ચર)
બેટરી: 6720mAh બેટરી, જે 33W ટર્બોપાવર ચાર્જિંગ સપોર્ટ કરે છે
IP રેટિંગ: IP68 અને IP69 રેટિંગ (ધૂળ અને પાણીથી સુરક્ષા) અને MIL-STD-810H સર્ટિફાઇડ
સાઉન્ડ: ડ્યુઅલ સ્ટિરીયો સ્પીકર્સ Dolby Atmos સાથે
કનેક્ટિવિટી: Bluetooth 5.4, ડ્યુઅલ સિમ સપોર્ટ
ડાયમેન્શન
- લંબાઈ: ૧૬૧.૨૧ મીમી
- પહોળાઈ: ૭૪.૭૪ મીમી
- જાડાઈ: ૮.૬૫ મીમી
- વજન: ૧૯૮ ગ્રામ
મોટોરોલાએ હજુ સુધી Moto G86 Power 5Gના લોન્ચ સમયરેખા વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી, પરંતુ Moto G86 અને Moto G86 Power 5G બંને મોડેલ એકસાથે લોન્ચ થવાની ધારણા છે.