Ajay Devgn અને યુગ દેવગણનું નવું કામઃ શાહરૂખ-આર્યનની જેમ પિતા-પુત્રની જોડી પણ ચલાવશે અવાજનો જાદુ
Ajay Devgn: શાહરૂખ ખાન અને આર્યન ખાનની જેમ, અજય દેવગણ અને તેનો પુત્ર યુગ દેવગણ પણ હવે સાથે મળીને સિનેમામાં એક મોટું પગલું ભરી રહ્યા છે. શાહરૂખ અને આર્યન ફિલ્મ “મુફાસા: ધ લાયન કિંગ” માં સાથે કામ કર્યું હતું, જ્યારે હવે અજય અને યુગ દેવગણ પોતાના અવાજ સાથે સિનેમામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.
૩૦ મેના રોજ રિલીઝ થનારી “કરાટે કિડ: લેજેન્ડ્સ” ના હિન્દી સંસ્કરણમાં અજય દેવગણ આઇકોનિક પાત્ર “મિસ્ટર હાન” ને અવાજ આપશે, જ્યારે તેમનો પુત્ર યુગ દેવગણ ફિલ્મમાં “લી ફોંગ” તરીકે પોતાનો અવાજ આપશે અને સિનેમેટિક ડેબ્યૂ કરશે. આ ફિલ્મ અંગ્રેજી, હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.
View this post on Instagram
અજય માટે, આ વોઇસ ઓવર તેની શાનદાર કારકિર્દીનો પહેલો અનુભવ છે જ્યારે યુગ માટે, આ ફિલ્મ એક યુવાન અને તાજગીભરી શરૂઆત છે. તેમની પિતા-પુત્રની જોડી ફિલ્મના મુખ્ય વિષય, ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધમાં ઊંડો ભાવનાત્મક પડઘો લાવે છે.