IPL 2025: BCCI ટૂંક સમયમાં કરી શકે છે દિલ્હીમાં પ્લે-ઓફ વિશે ખાસ જાહેરાત
IPL 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ થયા બાદ, IPL 2025 ફરી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈએ પ્લેઓફ માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અગાઉ, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ હવે યુદ્ધવિરામ પર સંમત થયા પછી, ટૂર્નામેન્ટની બાકીની 17 મેચ છ શહેરોમાં રમાશે, જ્યારે પ્લેઓફનું આયોજન હજુ નક્કી થયું નથી.
દિલ્હીને મળી શકે છે પ્લેઓફનું આયોજન કરવાની તક મળી શકે છે
પત્રકારના જણાવ્યા અનુસાર, દિલ્હી એવા શહેરોમાંનું એક છે જે આ વખતે પ્લેઓફ મેચોનું આયોજન કરવાની રેસમાં છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અરુણ જેટલી સ્ટેડિયમે ઘણી મહત્વપૂર્ણ મેચોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. જો દિલ્હી પ્લેઓફ મેચોનું આયોજન કરે છે, તો તે શહેરના ક્રિકેટ ચાહકો માટે એક મોટી ભેટ હશે.
જોકે BCCI એ હજુ સુધી પ્લેઓફ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ એવી અટકળો ચાલી રહી છે કે બોર્ડ આ વખતે નવા અથવા તાજેતરમાં બનેલા સ્ટેડિયમોને પ્રાધાન્ય આપી શકે છે, જેથી અન્ય શહેરોના ચાહકો પણ મોટી મેચો જોઈ શકે. સામાન્ય રીતે, પ્લેઓફ મેચો અમદાવાદ, ચેન્નાઈ, મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં યોજાય છે, તેથી હવે જોવાનું એ રહે છે કે દિલ્હી આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ થઈ શકે છે કે નહીં.
DELHI IS IN THE RACE TO HOST THE PLAYOFFS IN THIS IPL 2025 (Gaurav Gupta/TOI). pic.twitter.com/d8WQyEEGdh
— Tanuj (@ImTanujSingh) May 13, 2025
દિલ્હીમાં થઈ ચૂક્યા છે 4 મેચ
દિલ્હી પહેલાથી જ IPL 2025ની ચાર મેચોનું આયોજન કરી ચૂક્યું છે. બાકીના 13 ગ્રુપ-સ્ટેજ મેચોમાંથી ત્રણ આ મેદાન પર રમાશે. આ મેદાન પર, યજમાન દિલ્હી કેપિટલ્સ 18 મેના રોજ ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે. આ ઉપરાંત, 20 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અને 25 મેના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે.