ભારતના ટેનિસ ખેલાડી પ્રજનેશ ગુણેશ્વરનને યુએસ ઓપનમાં મુશ્કેલ ડ્રો મળ્યો છે. ગુણેશ્વરને પહેલા રાઉન્ડમાં જોરદાર ફોર્મમાં ચાલી રહેલા રશિયાના ડેનિલ મેદવેદેવ સામે રમવાનું આવ્યું છે. વર્લ્ડ રેન્કિંગમાં મેદવેદેવ હાલમાં પાંચમા ક્રમે છે, અને તેના સામે જીત મેળવવા માટે ભારતીય ખેલાડીએ પોતાની કેરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.
મેદવેદેવે હાલમાં જ સિનસિનાટી ઓપનની ફાઇનલમાં સર્બિયાના દિગ્ગજ અને વર્લ્ડ નંબર વન નોવાક જોકોવિચને હરાવ્યો હતો. જોકોવિચનો પહેલા રાઉન્ડમાં સ્પેનના રોબર્ટો કાર્બાલેસ બાએના સાથે સામનો થશે. જોકોવિચ અને રોજર ફેડરરને એક જ હાફમાં સ્થાન અપાયું છે.