Virat Kohli: વિરાટ કોહલી માટે રેકોર્ડ તોડવાની તક, IPL 2025માં બની શકે છે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
Virat Kohli: IPL 2025 ની પહેલી મેચમાં વિરાટ કોહલી KKR સામે ઇતિહાસ રચી શકે છે. તે ડેવિડ વોર્નર અને રોહિત શર્માના રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે. IPL 2.0 17 મેથી શરૂ થવા જઈ રહી છે અને વિરાટ કોહલી આ મેચ સાથે પોતાના નામે એક મોટો રેકોર્ડ બનાવી શકે છે.
Virat Kohli: વિરાટ કોહલી પાસે KKR સામે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાની તક છે. હાલમાં આ રેકોર્ડ ડેવિડ વોર્નરના નામે છે, જેમણે KKR સામે 1093 રન બનાવ્યા છે. બીજા સ્થાને રોહિત શર્મા છે, જેણે ૧૦૮૩ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ KKR સામે અત્યાર સુધીમાં 1021 રન બનાવ્યા છે. જો વિરાટ કોહલી આ મેચમાં 73 રન બનાવે છે, તો તે ડેવિડ વોર્નર અને રોહિત શર્માના રેકોર્ડ તોડી શકે છે.
KKR સામે IPLમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
- ડેવિડ વોર્નર – ૧૦૯૩ રન
- રોહિત શર્મા – ૧૦૮૩ રન
- વિરાટ કોહલી – ૧૦૨૧ રન
- શિખર ધવન – 907 રન
વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં
IPL 2025 માં વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને તેની બેટિંગ ગતિ સતત વધી રહી છે. અત્યાર સુધી રમાયેલી ૧૧ મેચોમાં તેણે ૬૩.૧૩ ની સરેરાશથી ૫૦૫ રન બનાવ્યા છે, જેમાં ૭ અડધી સદીનો સમાવેશ થાય છે. IPL 2025 માં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ ચોથા નંબરે છે.
વિરાટ પાસે આ મેચમાં ડેવિડ વોર્નર અને રોહિત શર્માના રેકોર્ડને પાછળ છોડી દેવાની સુવર્ણ તક છે, અને તે ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યો છે.