Israel: ગાઝાને સહાય પર ઇઝરાયલના પ્રતિબંધ સામે 22 દેશોનું સંયુક્ત નિવેદન
Israel: ઇઝરાયલ દ્વારા ગાઝા પર સતત બોમ્બમારા વચ્ચે, 22 યુરોપિયન દેશોએ ઇઝરાયલ વિરુદ્ધ નિવેદન બહાર પાડ્યું છે. આ દેશોએ ગાઝામાં મોકલવામાં આવી રહેલી માનવતાવાદી સહાયમાં કોઈપણ પ્રકારની અડચણ ન ઉભી કરવા અપીલ કરી છે. ઇઝરાયલે તાજેતરમાં ગાઝા જતી સહાય પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવી લીધો હતો, પરંતુ તેમ છતાં આ દેશોનું કહેવું છે કે ગાઝામાં માનવતાવાદી સહાય બંધ કરવાથી ત્યાં ભૂખમરો અને ગંભીર રોગોનું સંકટ વધી શકે છે.
આશ્ચર્યજનક વાત એ છે કે આ 22 દેશોમાં એક પણ મુસ્લિમ દેશનો સમાવેશ થતો નથી, જ્યારે સામાન્ય રીતે મુસ્લિમ દેશો ખુલ્લેઆમ પેલેસ્ટાઇનને સમર્થન આપે છે. નિવેદનમાં ભાગ લેનારા યુરોપિયન દેશોમાં જર્મની, ફ્રાન્સ, બ્રિટન, ન્યુઝીલેન્ડ અને જાપાનનો સમાવેશ થાય છે. આ દેશોએ માંગ કરી છે કે ઇઝરાયલ ગાઝામાં મોકલવામાં આવતી સહાયમાં કોઈ અવરોધ ન ઉભો કરે, અને જો ઇઝરાયલ સહાય રોકવાનો પ્રયાસ કરશે તો ઇઝરાયલ પર પ્રતિબંધો લાદવાની ધમકી પણ આપી છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ દેશોની ચેતવણીઓનો જવાબ આપતા કહ્યું કે જો તેમના પ્રસ્તાવોનો અમલ કરવામાં આવશે તો તે હમાસને વધુ મજબૂતી આપશે અને ભવિષ્યમાં ઇઝરાયલ પર નવા હુમલાઓ તરફ દોરી શકે છે.