Kaprada ગામના કેટલાક વિઘ્ન સંતોષીઓ ગામના વિકાસના કામમાં રોડા નાખી રહ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે
- ગામના કેટલાક વિઘ્ન સંતોષીઓએ સરપંચ અને તલાટી કમ મંત્રી જુના ઠરાવ અને ચોક્કસ વ્યક્તિના હિતમાં અને પોતાના અંગત સ્વાર્થ માટે તળાવ ઊંડું કરી રહ્યા ના આક્ષેપો સાથે પ્રાંત ધરમપુર ને રજૂઆત કરી હતી
- સરપંચ તલાટીએ તારીખ 24 એપ્રિલ 2025 ના રોજ મળેલ ખાસ ગ્રામ સભામાં સર્વાનું મતે ઠરાવને 4(2) મંજૂર કરવામાં આવ્યો હતો જેના આધારે નિયમ પ્રમાણે એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો
Kaprada કપરાડા તાલુકાના મોટાપોંઢા ગામે ખારાબાની જમીનમાં આવેલ તળાવમાંથી ગેરકાયદે પાણી ખુલે છે માટી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે આ ગેરકાયદે કામગીરી તલાટી કમ મંત્રી અને સરપંચ અંગત સ્વાર્થ માટે કરી રહ્યા છે અને જુના ઠરાવના આધારે તળાવમાંથી માટી કાઢ્યાની કામગીરી કરી રહ્યા ના આક્ષેપ સાથે કેટલાક વિઘ્ન સંતોષીઓએ ધરમપુર પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી.
આ સમગ્ર પ્રકરણની તપાસ કરતા તારીખ 24 એપ્રિલ 2025 ની મળેલી ખાસ ગ્રામસભામાં તળાવ ઊંડું કરવાનો પ્રસ્તાવ અરજદાર દ્વારા મૂકવામાં આવ્યો હતો અને સર્વનું મતે મંજૂર કરવામાં આવ્યો હતો. સભામાં થયેલા ઠરાવ નંબર 4(2) ના અનુલક્ષીને એજન્સીને વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે પરંતુ કેટલાંક ગામનાં વિઘ્ન સંતોષીઓ વિકાસના કામમાં રોડા નાખી રહ્યા નું સૂત્રો જણાવી રહ્યા છે
પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ જિલ્લાના કપડા તાલુકાના મોટાપોટા ગામ ખાતે ખરાબાની જગ્યામાં આવેલા તળાવમાંથી હાલ માટી કાઢવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરીમાં ગામના કેટલાક વિઘ્ન સંતોષી દ્વારા ધરમપુર પ્રાંતને રજૂઆત કરી હતી. જેમાં હાલના સરપંચ અને તલાટી કમ મંત્રી ગામના ચોક્કસ વ્યક્તિના હિત માટે અને પોતાના અંગત સ્વાર્થ માટે ગામમાં આવેલા ખાતા નંબર 1097 જુનો સર્વે બ્લોક નંબર 47 અને નવો સર્વે બ્લોક નંબર 226 માં આવેલ ખારાબા તળાવ આવેલ છે જેમાં હાલ ગેરકાયદે માટી ખનનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
અને તલાટી કમ મંત્રી અને સરપંચ તારીખ 2 ઓક્ટોબર 2023 નો જુનો ઠરાવને આધાર બનાવી ગેરકાયદે પ્રવૃત્તિ ખુલ્લેઆમ કરી રહ્યા ના આક્ષેપો સાથે રજૂઆત કરી હતી. આ તળાવ ઊંડું કરવા પ્રકરણે હાલના સરપંચ અને તલાટી કમ મંત્રી તારીખ 24 એપ્રિલ 2025 ના રોજ મળેલ ખાસ ગ્રામ સભામાં અરજદાર જીજ્ઞાબેન કીર્તિ કુમાર પટેલે મુકેલા પ્રસ્તાવને સભામાં વાંચને લેવામાં આવ્યો હતો, અને તળાવ ઊંડું કરવાનો ઠરાવ ફરવાનું મતે ઠરાવ નંબર 4(2) મંજૂર કરવામાં આવ્યો હતો અને એના આધારે એજન્સી સાથે નિયમ પ્રમાણે કરાર કરી એજન્સીને વર્ક ઓર્ડર પણ આપવામાં આવ્યો હતો જેના આધારે એજન્સી એ પોતાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ ગામના કેટલાક વિઘ્ન સંતોષીઓ ગામના વિકાસના કામોમાં રોડા નાખી વિકાસના કામો અટકાવવાની કોશિશ કરી રહ્યા નું સૂત્રો જણાવી રહ્યા છે