છેલ્લાં પંદર વર્ષથી ભારતીય હવાઇ દળમાં સેવા આપી રહેલી શાલિયા ધામી હવે વીંગ કમાન્ડર બની છે. એ દેશની પહેલી મહિલા વીંગ કમાન્ડર છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિંડન એરબેઝ પર ચેતક હેલિકોપ્ટર યુનિટમાં ફ્લાઇટ કમાન્ડરની જવાબદારી એેને સોંપવામાં આવી હતી.
છેલ્લાં પંદર વર્ષથી શાલિયા ચેતક અને ચિતા હેલિકોપ્ટર ઊડાવી રહી છે. એ દેશની પહેલી મહિલા ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર પણ છે. એણે અગાઉ હવાઇ દળમાં ઘણા વિક્રમો સ્થાપ્યા છે. ભારતીય હવાઇ દળની એ પહેલી મહિલા અધિકારી બની હતી. એના નામે 2300 કલાકનું ઉડ્ડયન પૂરું કર્યાનો પણ રેકોર્ડ છે.
શાલિયા પંજાબના લુધિયાણાની રહેવાસી છે. એ પરિણિત છે અને એને નવ વર્ષનો એક પુત્ર પણ છે. એ કહે છે કે હું બાળપણથી વિમાન ઊડાવવાના સપનાં સેવતી હતી.