એટીએમ હવે લોકોના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયુ છે.જોકે તેની સાથે હવે એટીએમથી થતી છેતરપિંડીના કિસ્સા પણ વધી ગયા છે.એટીએમ થકી થતી પૈસાની ઉચાપત રોકવા માટે રિઝર્વ બેન્કે બેન્કોને પગલા લેવા માટે કહ્યુ છે.
જેના ભાગરુપે સરકારની કેનેરા બેન્ક દ્વારા હવે નવો નિયમ લાગુ કરાયો છે.જે પ્રમાણે ગ્રાહકે એટીએમમાંથી 10000 રુપિયાથી વધારે રકમ ઉપાડવી હશે તો પિનની સાથે સાથે ઓટીપી પણ નાંખવો પડશે.
એવુ મનાય છે કે, બીજી બેન્કો પણ કેનેરા બેન્કના પગલે ચાલીને એટીએમમાં ઓટીપી ફરજિયાત કરી શકે છે.
એટીએમથી થતી ઉચાપત રોકવા માટે દિલ્હી સ્ટેટ લેવલ બેન્કર કમિટીએ બે એટીએમ ટ્રાન્ઝેક્શનની વચ્ચે 6 થી 12 કલાકનો સમયગાળો રાખવો જોઈએ તેવુ સૂચન પણ કર્યુ છે.જેના પર પણ વિચારણા થઈ રહી છે.
2018-19માં આખા દેશમાંથી એટીએમ ફ્રોડના 980 મામલા સામે આવ્યા હતા.