મુંબઈના પોશ વિસ્તાર ઓશિવારા લોખંડવાલામાં ગુરુવારે મોડી રાત્રે એક અભિનેત્રીએ આત્મહત્યા કરી લીધી છે. પોલીસના કહેવા અનુસાર, અભિનેત્રીની ઓળખ પર્લ પંજાબીના રુપમાં થઈ હતી, જે ઓશિવારાની કેનવુડ સોસાયટીમાં રહેતી હતી. અભિનેત્રીએ પોતાના ફ્લેટની ટેરેસ પરથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. પર્લ પંજાબી નામની આ અભિનેત્રીની ઉંમર 25 વર્ષ આસપાસ હતી. પર્લ પંજાબીએ થોડા સમય પહેલાં ફિલ્મ દુનિયામાં પદાર્પણ કર્યું હતું. એ મોડલ તરીકે પણ કામ કરતી હતી.
સ્થાનિક મીડિયાના કહેવા અનુસાર હાલ પર્લ પંજાબી કોઈ જગ્યાએ કામ કરતી ન હતી.સૂત્રોના કહેવા અનુસાર, ઘણાં સમયથી એ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ જમાવવાની કોશિશ કરતી હતી, પરંતુ એ સફળ થઈ શકી નહીં.
સૂત્રોના કહેવા અનુસાર, ગત રાત્રે પર્લ પંજાબીને કોઈની સાથે ઝગડો થયો હતો અને પર્લે ગુસ્સામાં આવીને બિલ્ડીંગની ટેરેસ પરથી છલાંગ લગાવી દીધી.
પોલીસનું કહેવું છે કે, એ માનસિક રીતે ખૂબ પરેશાન હતી અને એને પોતાની માતા સાથે ઝગડો થતો હતો. જોકે, આત્મહત્યાનું સાચું કારણ જાણવા મળ્યું નથી, એ માટે પોલીસે તપાસ હાથ ધરી છે. એક અધિકારીએ કહ્યું કે, આ મામલે અકસ્માતે મોતની ફરિયાદ ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નોધાઈ છે.