આઇએનએક્સ મીડિયા કેસમાં દિલ્હીની કોર્ટે ચિદમ્બરમના રિમાન્ડ વધુ ત્રણ દિવસ વાૃધારતા પૂર્વ નણા પ્રધાનને બીજી સપ્ટેમ્બર સુધી સીબીઆઇની કસ્ટડીમા રહેવું પડશે. ચિદમ્બરમને આજે સ્પેશિયલ જજ અજયકુમાર કુહાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતાં. આ એ જ જજ છે જેમણે ૨૬ ઓગસ્ટના રોજ ચિદમ્બરમને ચાર દિવસ માટે સીબીઆઇની કસ્ટડીમાં માકલવાનો આદેશ આપ્યો હતો.
આદેશ આપતી વખતે જજે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે સીબીઆઇને વધુ પૂછપરછ કરવાની હોવાાૃથી અને આરોપી પૂછપરછમાં સહકાર આપી રહ્યાં ન હોવાથી તેમને બીજી સપ્ટેમ્બર સુધી સીબીઆઇની કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. આરોપી દ્વારા અપીલ કરવામાં આવી છે કે તે બે સપ્ટેમ્બર સુધી સીબીઆઇ ક્સ્ટડીમાં રહેવા તૈયાર છે.
સીબીઆઇ વતી એડિશનલ સોલિસિટર જનરલ(એએસજી) કે એમ નટરાજ હાજર રહ્યાં હતાં. તેમણે સીબીઆઇ વતી કોર્ટને જણાવ્યું હતું કે તે પૂછપરછમાં સહકાર આપી રહ્યાં ન હોવાથી તેમની પૂછપરછ માટે વધુ સમયની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે ૨૦ ઓગસ્ટે આગોતરા જામીન રદ કરી દેતા ચિદમ્બરમ ૨૧ ઓગસ્ટથી સીબીઆઇની ક્સ્ટડીમાં છે. આજે કોર્ટમાં ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ હાજર રહ્યાં હતાં.
સીબીઆઇએ કોર્ટમાં જણાવ્યું હતું કે ચિદમ્બરમ સીધા જવાબ આપતા ન હોવાથી દરરોજ તેમની આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવે છે. ચિદમ્બરમ વતી હાજર રહી રહેલા તેમના વકીલ દયાન કૃષ્ણને કોર્ટને જણાવ્યું હતું કે અત્યાર સુધી સીબીઆઇ કસ્ટડીમાં મારી અસીલની ૫૫ કલાક પૂછપરછ કરવામાં આવી હોવા છતાં સીબીઆઇ દ્વારા અત્યાર સુાૃધી કોઇ દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો નથી.
ચિદમ્બરમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મારી અસીલને એકની એક ફાઇલ ૨૦ વખત બતાવવામાં આવી છે અને દરેક વખતે મારી અસીલે કોઇ પણ આનાકાની વગર જવાબ આપ્યા હોવા છતાં સીબીઆઇ મારા અસીલ પર આરોપ મૂકી રહી છે કે તેઓ પૂછપરછમાં સહકાર આપી રહ્યાં નથી.