જ્યારે તમે એપલના નવા આઇફોન 11 ની ખરીદી કરી રહ્યા છો તો હવે તે ટૂંક સમયમાં આવી શકે છે. Apple એ iphone 11ની લોન્ચ તારીખની જાહેરાત કરી છે. એપલ કેલિફોર્નિયામાં 10 સપ્ટેમ્બરના રોજ આઇફોન 11 રજૂ કરશે.

આ ઇવેન્ટ દરમિયાન કંપની ત્રણ નવા ફોનની રજૂ કરશે. આમા iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max છે. ફોનની ડિઝાઇન અને લૂકમાં વધુ કંઇક નવું મળવાની આશા છે.

આ નવા આઇફોનમાં કેમેરા અને ઇન્ટેરનલ હાર્ડવેરના કેસમાં આ નવા આઇફોન 11નો બહુ મોટો પ્રભાવ છે.

આ સ્પેશિયલ ઇવેન્ટનું આયોજન કેલિફોર્નિયાના સ્ટીવ જોબ્સ થિયેટરમાં કરવામાં આવશે. કંપની તરફથી આ ઇવેન્ટ માટે મીડિયાને ઇન્વિટેશન પણ મોકલવામાં આવશે. થિયેટરમાં ઇવેન્ટની શરુઆત 10 સપ્ટેમ્બર સવારે 10 વાગ્યાથી શરુ થશે.

એપલે આઇફોન 11 ની લોન્ચિગ ઇન્વિટેશન પર રેન્બો એપલ આઈકન આપ્યું છે. આ આઇકન એપલના ક્લાસિક આઈમેકસની જૂની ડિઝાઇનની યાદ અપાવે છે. પહેલેથી જ તે રિપોર્ટ્સ આવ્યાં છે કે એપલના નવા ફોન પર રેન્બોનું થિમ વર્જન પણ હશે.

આ ત્રણ આઇફોન સાથે એપલ એક આઇપેડ પ્રો પણ લોન્ચ કરી શકે છે. 11 ઇંચ અને 12.9 ઇંચ આઇપેડ પ્રો માં પ્રોસેસર અને અપગ્રેડે કેમેરા હશે. એન્ટ્રી લેવલ આઈપેડની સાઇઝ પણ 9.74 ઇંચથી વધીને 10.2 ઇંચ કરી દેવામાં આવી છે.

આ ઉપરાંત iOS 13, iPadOS, watchOS and macOS ને પણ રજૂ કરવામાં આવી શકે છે.