કલમ 370 નાબુદ થયા બાદ સરકાર હવે કશ્મીરીઓને મોટી ભેટ આપવા જઇ રહી છે. થોડા જ વર્ષોમાં કશ્મીરી લોકો મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. સરકારે શ્રીનગરમાં મેટ્રોના નિર્માણની તૈયારી કરી લીધી છે. વિશેષજ્ઞોનું માનીએ તો શ્રીનગરમાં મેટ્રો ટ્રેન માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. 2020 સુધી શ્રીનગરમાં કામ શરૂ થઇ શકે છે. મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર આ સમગ્ર પ્રોજેક્ટ માટે 5000 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
25 કિલોમીટર લાંબો બનશે મેટ્રોનો પ્રોજેક્ટ
મળતી માહિતી મુજબ શ્રીનગરમાં બનનાર મોટ્રો ટ્રેકની લંબાઈ 25 કિલોમીટર હશે. જેને બે તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. જેને કૉરીડોર 1 અને કૉરીડોર 2 નામ આપવામાં આવશે. એક કૉરીડોર એટલે 12.5 કિમીના ટ્રેકમાં 12 મેટ્રો સ્ટેશન તૈયાર કરવામાં આવશે. મલતબ સ્પષ્ટ છે કે, બન્ને કૉરીડોરમાં 24 રેલવે સ્ટેશન બનશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમા બે સ્ટેશન વચ્ચે અંદાજીત બે કિલોમીટરનું અતર છે. કોઈ જગ્યાએ દોઢ કિલોમીટર પણ છે.
પ્રોજેક્ટની અન્ય ખાસ વાતો
– આ પ્રોજેક્ટ તૈયાર કરવામા અંદાજીત 5 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
– શ્રીનગરનો આ મેટ્રો પ્રોજેક્ટ પૂર્ણ એલિવેટેડ હશે.
– ટોકન અને સ્માર્ટ કાર્ડનો પ્રયોગ કરવામાં આવશે.
– પ્રથમ 3 ડબ્બા વાળી મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવશે.
– એક ડબ્બામાં લગભગ 250 મુસાફરો એક સાથે મુસાફરી કરી શકશે.
– ઉનાળામાં શ્રાનગર મેટ્રો ટ્રેન 17 કલાક ચાલશે તો શિયાળામાં 14 કલાક ચાલશે.
– તમામ સ્ટેશનની બહારથી મિની ફીડર બસ દોડાવવામાં આવશે.
– શ્રીનગર મેટ્રો સુરક્ષા વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.