પાંચ વર્ષની અંદર મોદી સરકારે બ્લેક મની વધતી અટકાવવા માટે નોટબંધી અને બેનામી પ્રોપર્ટીની જપ્તી જેવા અનેક નિર્ણયો લીધા હતા. હવે સરકારના બીજા કાર્યકાળ દરમિયાન બ્લેકમનીને લઈને જે સમાચાર આવી રહ્યા છે તે થોડાક રાહત આપનારા છે. સ્વિસ બેંકમાં કેટલા ભારતીયોના ખાતા છે એ બાબતે રવિવારના રોજ પડદો ખુલવાનો છે. સ્વિટઝરલેન્ડમાં બેન્કનું ખાતું રાખવા વાળા ભારતીય નાગરિકોની જાણકારી રવિવારથી ટેક્સના અધિકારો પાસે ઉપલબ્ધ થશે.
આ પગલાંને લઈને CBDTએ કહ્યુ, કાળા નાણાં સામે સરકારની લડાઈમાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે અને સ્વિસ બેંકોની ગોપનીયતા અંગેનો એક યુગ સપ્ટેમ્બરમાં સમાપ્ત થઇ જશે. સીબીડીટી આયકર વિભાગ માટે નીતિ બનાવે છે. સીબીડીટીએ કહ્યું, ભારતને સ્વિટ્ઝરલેન્ડ વર્ષ 2018માં ભારતીય નાગરિકો દ્વારા બંધ કરવામાં આવેલા ખાતાઓની પણ જાણકારી આપશે.
સીબીડીટીએ કહ્યું, સૂચનાના આદાન પ્રદાનની આ વ્યવસ્થા શરુ થતા પહેલા ભારત આવેલા સ્વિટ્ઝરલેન્ડના એક પ્રતિનિધિમંડળે રાજસ્વ સચિવ એબી પાંડે,બોર્ડના ચેરમેન પીસી મોદી અને બોર્ડના સભ્ય અખિલેશ રંજન સાથે મુલાકાત કરી હતી. અખિલેશ રંજન સાથે બેઠક કરી હતી. 29-30 ઓગસ્ટની વચ્ચે આવેલા આ પ્રતિનિધિમંડળની આગેવાની સ્વિટ્ઝરલેન્ડના આંતરરાષ્ટ્રીય નાણાકીય મામલામાં રાજ્ય સચિવાલયના કર વિભાગના ઉપપ્રમુખ નિકોલસ મારિયોએ કરી હતી.