Bangladeshથી મોટા સમાચાર: મોહમ્મદ યુનુસે જાહેર કર્યો ચૂંટણીનો સમય, જાણો ક્યારે થશે મતદાન
Bangladesh: બાંગ્લાદેશમાં રાજકીય સ્થિરતા તરફ એક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યું છે. વચગાળાની સરકારના નેતા મોહમ્મદ યુનુસે શુક્રવારે જાહેરાત કરી છે કે બાંગ્લાદેશમાં આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓ 2026ના એપ્રિલ મહિનાના પહેલા પખવાડિયામાં યોજાશે.
લાંબા સમયથી ચાલી રહેલી અસ્થિરતા બાદ મહત્વપૂર્ણ નિર્ણય
પછાડેલા વર્ષથી બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ અસ્થિર રહી છે. શેખ હસીનાની સરકારના પતન પછી, મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ હતી. જોકે, થોડા જ સમય બાદ જનતામાં તેમજ રાજકીય પક્ષોમાં નવા ચૂંટણીઓ માટે ઉગ્ર માંગ ઊભી થવા લાગી હતી. સેના સહિત વિવિધ તત્વોએ પણ વહેલી તકે ચૂંટણી યોજવાની તરફેણ કરી હતી.
આકરે જનમતના દબાણ સામે મોહમ્મદ યુનુસને ઝૂકવું પડ્યું છે અને તેમણે ચૂંટણીની તારીખ જાહેર કરી છે.
શું કહ્યું મોહમ્મદ યુનુસે?
મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યુનુસે શુક્રવારે જણાવ્યું:
“હું દેશના તમામ નાગરિકોને ખાતરી આપું છું કે 2026ના એપ્રિલના પ્રથમ પખવાડિયામાં રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાશે. લોકશાહીના આત્માને મજબૂત બનાવવા માટે આ મહત્વનું પગલું છે.”
શેખ હસીનાની સરકાર કેવી રીતે પડી?
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે બાંગ્લાદેશમાં ભારે હિંસક વિરોધો ફાટી નીકળ્યા હતા. સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડી હતી. પરિણામે ઓગસ્ટમાં શેખ હસીનાની અવામી લીગ સરકારને હટાવવામાં આવી હતી.
સરકારના પતન બાદ શેખ હસીના ભારતની મુલાકાતે આવ્યા હતા અને ત્યારથી તેઓ અહીં નિર્વાસિત જીવન જીવી રહ્યા છે.
મહત્વપૂર્ણ ચૂંટણી બની રહેશે
આ રાજકીય ઉથલપાથલ બાદ બાંગ્લાદેશમાં આવનારી ચૂંટણી પ્રથમ લોકશાહી પ્રક્રિયા હશે, જે પરથી દેશના ભવિષ્યની દિશા નક્કી થશે. સમગ્ર વિશ્વની નજર હવે આ ચૂંટણીઓ તરફ છે.