Viral video: રખડતા કૂતરાઓનો આતંક, રાત્રે રસ્તા પર ચાલતો માણસ જીવ બચાવવા પેન્ટની બેલ્ટ લહેરાવતો જોવા મળ્યો
Viral video: રાતનું શાંત વાતાવરણ, શેરીઓમાં એકલો ચાલતો એક યુવક અને અચાનક ચારે બાજુથી ભસતા કૂતરાઓનો ઘેરાવ. આવી ઘટના કોઇ હોરર ફિલ્મમાં નહીં, પણ અમૃતસરની શેરીમાં થઇ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોે ફરી એકવાર રખડતા કૂતરાઓના આતંક પર ચર્ચા શરૂ કરી છે.
વીડિયોમાં શું થયું?
આ વીડિયો અમૃતસરના પુટલીઘર વિસ્તારનો હોવાનું માનવામાં આવે છે. એક યુવક રાત્રિના અંધકારમાં બેગ લટકાવીને ચાલતો હતો. અચાનક કેટલાક રખડતા કૂતરાઓએ તેને ઘેરી લીધો. શરૂઆતમાં યુવકે તેમને અવગણ્યું, પરંતુ જ્યારે કૂતરાઓ ખૂબ આક્રમક બન્યા ત્યારે પોતાનું બચાવ કરવા માટે યુવકે તાત્કાલિક પગલુ ભર્યું.
તેણે પેન્ટમાંથી બેલ્ટ કાઢીને હવામાં લહેરાવવાનો શરૂ કર્યો અને કૂતરાઓને હટાવવાનો પ્રયાસ કર્યો. કૂતરાઓ હટવા તો તૈયાર ન હતા, પરંતુ યુવક હિંમત ન હારી. આ દરમિયાન, એક કાર ચાલક દ્રશ્યમાં આવી પહોંચ્યો. કાર ચલાવતાં તેણે સીધું કૂતરાઓ તરફ કાર હંકારી — જેના કારણે કૂતરાઓ ભાગી ગયા અને યુવકનો જીવ બચી ગયો.
લોકો કહે છે — રસ્તા પર નિકળવું ‘જંગલ સફારી’ જેવી સ્થિતિ
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @main_ambarsariya પર અપલોડ થયો છે અને લાખો લોકોએ જોયો છે. લોકો ટિપ્પણીઓમાં મજાક પણ કરી રહ્યા છે અને સાથે મ્યુનિસિપલ તંત્રની નિષ્ફળતા પર પણ સવાલ ઉઠાવ્યા છે.
View this post on Instagram
- એક યુઝર લખે છે: “બેલ્ટ વાળી જબરસ્ત ફાઈટ હતી, ભાઈને સલામ છે.”
- બીજાએ ટિપ્પણી કરી: “રખડતા કૂતરાઓ હવે ખરેખર ગંભીર સમસ્યા છે, આ તો ભાઈની હિંમત હતી નહિ તો શું થાત!”
- અન્યએ લખ્યું: “એ કાર ચાલક હીરો છે — સાચા અર્થમાં સુપરમેન.”
શહેરોમાં રખડતા કૂતરાઓની સમસ્યા
વિચારવા જેવી વાત એ છે કે હવે તો રાત્રે રસ્તા પર ફરવું જંગલ સફારી કરતા ઓછું નથી લાગતું. રખડતા કૂતરાઓના ટોળા ખૂબજ ભયજનક બન્યા છે. અનેક શહેરોમાં લોકો વારંવાર આવી ઘટનાઓનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક તંત્રને આ સમસ્યા તરફ ગંભીરતાપૂર્વક ધ્યાન આપવાની જરૂર છે.