Chinaમાં ઘટતી વસ્તી માટે મોટી પહેલ: લગ્ન રજા 3 દિવસથી વધારીને 30 દિવસ કરી
China: ચીનમાં વસ્તી ઘટતી જવાના કારણે સરકાર દ્વારા નવી નીતિ અમલમાં લાવવામાં આવી છે. દેશના અનેક પ્રાંતોમાં લગ્ન રજા 3 દિવસથી વધારીને 30 દિવસ કરવામાં આવી છે, જેનો હેતુ યુવાનોને વધુ લગ્ન કરવા અને બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવો છે. આ નીતિ દ્વારા ચીન સરકાર પોતાના નાગરિકોને કામ છોડીને લગ્ન કરવા અને પરિવાર વધારવા માટે પ્રોત્સાહન આપી રહી છે.
China: સિચુઆન પ્રાંતમાં લગ્ન રજા 3 દિવસથી વધારીને 20 દિવસ કરવામાં આવી છે. જો યુગલ મેડિકલ ચેકઅપ કરાવે તો 5 દિવસ વધુ રજા આપવામાં આવશે, એટલે કુલ 25 દિવસની રજા મળશે અને તે પણ સંપૂર્ણ પગાર સાથે. આ પ્રસ્તાવ હાલમાં જાહેર કરાયેલ છે અને જુન મહિના સુધી લોકોની પ્રતિક્રિયા માટે ખુલ્લો છે.
કન્ફ્યુશિયસની ધરતી શેનડોંગ પ્રાંતમાં લગ્ન રજા હવે 18 દિવસ સુધી પહોંચી ગઈ છે, જ્યારે શાંક્સી અને ગાંસુમાં આ રજા 30 દિવસ સુધી વધારી દેવામાં આવી છે. ચીનની કેન્દ્રિય સરકારના નિયમ અનુસાર અત્યાર સુધી માત્ર 3 દિવસની જ લગ્ન રજા આપવામાં આવતી હતી, જે 1980થી ચાલુ છે.
આ પગલાંની પાછળ મુખ્ય કારણ છે કે ચીનમાં લગ્ન કરનારા યુગલની સંખ્યા સતત ઘટી રહી છે. 2025ના પ્રથમ ત્રિમાસિકમાં ફક્ત 1.81 મિલિયન યુગલો દ્વારા લગ્ન નોંધાયા, જે ગયા વર્ષે કરતા 8% ઓછા છે. આ આંકડો 1980 પછીનો સૌથી નીચો માનવામાં આવે છે.
ઘટતી લગ્નની સંખ્યા સાથે જોડાયેલો મુદ્દો છે ઘટતો જન્મ દર. નિષ્ણાતોના મતે, યુવાનો વ્યસ્ત જીવનશૈલી, અભ્યાસ અને કારકિર્દી પ્રાથમિકતા અને વ્યક્તિગત સ્વતંત્રતાના કારણે લગ્ન તરફ ઓછી ઝુકાવા રાખે છે.
આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ચીન સરકારએ લગ્ન નોંધણીની પ્રક્રિયા સરળ બનાવી છે. હવે કોઈપણ શહેરમાં વિવાહ નોંધણી કરી શકાય છે અને હુકોઉ (ઘરગથ્થુ નોંધણી) જેવી બાંધછોડ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રસૂતિ અને પિતૃત્વ રજા પણ વધારવામાં આવી છે.
જ્યાં એક તરફ આ નીતિઓની પ્રશંસા થઈ રહી છે, ત્યાં કેટલાક નિષ્ણાતો આર્થિક દબાણને લીધે આ રજાઓ માત્ર કાગળો પર જ રહી શકે તેવું ચિંતિત પણ છે. સરકાર કંપનીઓને આ નીતિ અમલમાં મદદ કરવા માટે પણ પગલાં લેવા માટે તૈયાર છે.