માન્ચેસ્ટર, તા. 05 : ઇંગલેન્ડ સામે ઓલ્ડટ્રેફર્ડ ખાતે રમાઇ રહેલી ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથે સદી ફટકારીને કેરિયરની 26મી સદી પુરી કરી હતી અને તેની સાથે જ તે સૌથી ઓછી ઇનિંગમાં 26 સદી પુરી કરવા મામલે સિચન તેંદુલકરને ઓવરટેક કરીને ડોન બ્રેડમેન પછી બીજા ક્રમે આવી ગયો હતો. ડોન બ્રેડમેને 69 ઇનિંગમાં 26 સદી ફટકારી હતી, જ્યારે સ્મિથ 121 ઇનિંગ સાથે બીજા ક્રમે બેઠો છે. સચિન 136 ઇનિંગ સાથે ત્રીજા ક્રમે છે.
સૌથી ઓછી ઇનિંગમાં 26 ટેસ્ટ સદી પુરી કરનારા ખેલાડીઓ
ખેલાડી દેશ ઇનિંગ
ડોન બ્રેડમેન ઓસ્ટ્રેલિયા 69
સ્ટીવ સ્મિથ ઓસ્ટ્રેલિયા 121
સચિન તેંદુલકર ભારત 136
સુનિલ ગાવસ્કર ભારત 144
મેથ્યુ હેડન ઓસ્ટ્રેલિયા 145