યુએસ ઓપનની મહિલા સિંગલ્સમાં પહેલીવાર અંતિમ ચારમાં પહોંચેલી બિયાન્કા એન્દ્રેસ્કૂ અને બેલિન્ડા બેનસિચ વચ્ચે જંગ ખેલાશે. રસપ્રદ વાત એ છે કે આ બંને એકબીજા સામે પહેલીવાર રમશે. આ ઉપરાંત અન્ય એક સેમી ફાઇનલમાં 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતીને માર્ગારેટ કોર્ટના વિક્રમની બરોબરી કરવા આતુર સેરેના વિલિયમ્સ અને યુક્રેનની પાંચમી ક્રમાંકિત એલિના સ્વિતોલિના વચ્ચે રમાશે.
19 વર્ષિય બિયાન્કા યુએસ ઓપન સેમીમાં પ્રવેશનારી સૌથી યુવા ખેલાડી બની
કેનેડાની 19 વર્ષિય બિયાન્કા એન્દ્રેસ્કૂ અહીં રમાયેલી મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમની એલિસ મર્ટેન્સને હરાવીને યુએસ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની સેમીમાં પ્રવેશનારી આ દશકાની સૌથી યુવા ખેલાડી બની હતી. 2009માં કેરોલિન વોઝ્નીયાંકી યુએસ ઓપનના અંતિમ ચારમાં પહોંચનારી સૌથી યુવા ખેલાડી બની હતી અને તે પછી હવે એ રેકોર્ડ બિયાન્કાના નામે નોંધાયો છે.