Iran-Israel War: ઝાંજન શહેરમાં ઇઝરાયલી હુમલા બાદ ભયાનક આગ, વીડિયો સામે આવ્યો
Iran-Israel War: ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે હવે સ્થિતિ સીધા યુદ્ધમાં પરિવર્તિત થઈ ગઈ છે. ઇઝરાયલના “ઓપરેશન રાઇઝિંગ લાયન” અંતર્ગત, ઇઝરાયલીએ ઇરાનના ઝાંજન શહેરમાં મોટી લશ્કરી છાવણી પર હાઈ-ઇન્ટેન્સિટી એર સ્ટ્રાઈક કરી છે. હુમલા બાદ જ ખળભળાવતો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઝાંજનમાં ધૂમાડા અને અગ્નિભભૂકિ દ્રશ્યો દેખાઈ રહ્યા છે.
ઇરાનનો બદલો – બેલિસ્ટિક મિસાઇલોથી ઇઝરાયલ પર જવાબી હુમલો
જેમ કે અપેક્ષા હતી, ઇઝરાયલના હુમલાઓ બાદ ઇરાને પણ તરત જ જવાબી કાર્યવાહી કરી છે. ઇરાનની બેલિસ્ટિક મિસાઇલોએ ઇઝરાયલના સૌથી મહત્વના શહેરો પૈકી એક એવા તેલ અવિવને નિશાન બનાવ્યો છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, અનેક રહેઠાણો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે અને જનજીવન અસરગ્રસ્ત થયું છે. લોકોમાં ભારે ભયનો માહોલ છે.
નેતન્યાહૂનો સંદેશ: લક્ષ્ય છે ઇસ્લામિક શાસન, નહીં કે ઇરાની પ્રજા
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જાહેરાત કરી છે કે “ઓપરેશન રાઇઝિંગ લાયન”નો ઉદ્દેશ્ય ઇઝરાયલનું રક્ષણ કરવાનો અને દાયકાઓ જૂના દમનકારી શાસનથી ઇરાની લોકોને મુક્ત કરવાનો છે. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં, ઇઝરાયલે ઘણા ટોચના ઇરાની લશ્કરી કમાન્ડરો, પરમાણુ વૈજ્ઞાનિકો અને મિસાઇલ લોન્ચિંગ કેન્દ્રોને સફળતાપૂર્વક નિશાન બનાવીને નાશ કર્યો છે.
#BREAKING Videos obtained by Iran International show thick orange smoke and a massive fire in Zanjan, northern Iran, where an army base was reportedly targeted by Israeli airstrikes. The fire is still burning hours after the attack. pic.twitter.com/G7OENEmhyd
— Iran International English (@IranIntl_En) June 14, 2025
તેમાંથી ફારસી ભાષામાં તેમણે ઇરાનના સામાન્ય લોકોને સંદેશ આપતાં કહ્યું:
“બહાદુર ઇરાની લોકો, પ્રકાશ અંધકાર પર વિજય મેળવે છે.”
હાલત ગંભીર: વિશ્વભરમાં ચિંતાની લહેર
આ યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં તણાવની પરિસ્થિતિ અત્યંત નાજુક બની ગઈ છે. વૈશ્વિક નેતાઓ શાંતિસ્થાપન માટે આહવાન કરી રહ્યા છે, જ્યારે યુદ્ધક્ષેત્રે હાલ સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.